ન્યુ દિલ્હી,તા.૧
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના સ્ટાફ માટે રૂ. ૧૦૦ની નવી નોટ જારી કરી છે અને તેથી નવી નોટ હવે બજારમાં આવી ગઇ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખાએ પણ નવી નોટની કરન્સી બેન્કને મોકલી આપી છે, જાકે સ્ટેટ બેન્કના સ્ટાફમાં હજુ સુધી આ નવી નોટનું વિતરણ કરવામાં આવ્યું નથી.
સામાન્ય નાગરિકોનો હાથમાં રૂ. ૧૦૦ની નવી નોટ આગામી સપ્તાહે મંગળ કે બુધવાર સુધીમાં આવી જશે. રૂ. ૧૦૦ની નવી નોટ આવ્યા બાદ પણ રૂ. ૧૦૦ની જૂની નોટ ચલણમાં સત્તાવાર રીતે ચાલુ રહેશે.
આરબીઆઇ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે તેના સ્ટાફમાં રૂ. ૧૦૦ની નવી નોટોના બંડલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. એસબીઆઇની કરન્સી ચેસ્ટમાં રૂ. ૧૦૦ની નવી નોટો મોકલાયા બાદ હવે એસબીઆઇએ અન્ય બેન્કોને રૂ. ૧૦૦ની નવી નોટો મોકલવાનું શરૂ કરી દીધું છે. રૂ. ૧૦૦ની નવી નોટમાં પાછળના ભાગમાં યુનેસ્કોની વિશ્વ સ્મારકની યાદી છે જેમાં ગુજરાતની પાટણ સ્થિત રાણકી વાવ પણ દેખાય છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



