ચંદા કોચરના રાજીનામા બાદ વરણી કરાઈ અંતે સંદીપ બક્ષીની વરણીને RBIએ આપેલી લીલીઝંડી

0
5

નવીદિલ્હી, તા. ૧૬
પ્રાઇવેટ સેક્ટરની બેંક આઈસીઆઈસીઆઈ બેંકે આજે કહ્યું હતું કે, આરબીઆઈએ ત્રણ વર્ષ માટે બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે સંદીપ બક્ષીની નિમણૂંકને લીલીઝંડી આપી દીધી છે. તપાસનો સામનો કરી રહેલા ચંદા કોચરે આ મહિનાની શરૂઆતમાં રાજીનામુ આપી દીધા બાદ બેંકના બોર્ડે પાંચ વર્ષ માટે સીઈઓ અને નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે ચીફ ઓપરેટિંગ ઓફિસર બક્ષીની નિમણૂંક કરી હતી. ત્રીજી ઓક્ટોબર ૨૦૨૩ સુધી આ નિમણૂંક કરવામાં આવી હતી. રેગ્યુલેટરી અને મંજુરી તે વખતે બાકી રહી હતી. બીએસઈ ફાઇલિંગમાં આઈસીઆઈસીઆઇ બેંકે કહ્યું છે કે, અમે આરબીઆઈને માહિતી આપવા માંગીએ છીએ કે, સંદીપ બક્ષીની નિમણૂંકને મંજુરી ૧૫મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે આપી દેવામાં આવી હતી. ૧૫મી ઓક્ટોબર ૨૦૧૮થી ત્રણ વર્ષ માટે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. ખાનગી સેક્ટરની બેંકે બક્ષીની નિમણૂંક કર્યા બાદથી જારદાર ચર્ચા જાવા મળી રહી હતી. ૧૯૮૬માં બક્ષી આ ગ્રુપમાં જાડાયા હતા. પહેલી ઓગસ્ટ ૨૦૧૦ના દિવસે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્સિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના એમડી તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. તેમની લીડરશીપ હેઠળ કંપનીએ જુદી જુદી પ્રોજેક્ટને રિડિઝાઈન કરી હતી અને સફળતા મળી હતી. ૫૭ વર્ષીય કોચરે બેંકના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. ચેરમેન તરીકે રિએપોઇન્ટમેન્ટની માંગણી પણ અગાઉ ઉઠી હતી.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY