ઈમ્ફાલ,તા.૧
એનઆઈએ દ્વારા મણિપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય યમથોંગ હાઓકીપના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યો છે. કોંગ્રેસી ધારાસભ્ય યમથોંગ હાઓકીપના ઘરે દરોડામાં એનઆઈએ દ્વારા હથિયાર અને કારતૂસો કબજે કરાયા છે. આમા પોલીસ મહાનિદેશકની ગાયબ થયેલી એક પિસ્તોલ પણ સામેલ છે. યમથોંગ હાઓકીપ ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના મંત્રિપુખીમાં સૈકુલ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. મંગળવારે તેમના નિવાસસ્થાને એનઆઈએ દ્વારા રેડ પાડવામાં આવી હતી.
મણિપુર રાઈફલ્સ બટાલિયનના પરિસરમાં આવેલા ડીજીપી પૂલ કોટામાંથી ૫૬ પિસ્તોલ અને ૫૮ મેગઝીનના ગાયબ થવાના ફોજદારી મામલામાં એનઆઈએ દ્વારા તપાસ થઈ રહી છે. આ હથિયારો સપ્ટેમ્બર-૨૦૧૬થી ૨૦૧૭ના પ્રારંભિક મહિનાઓ વચ્ચે ગાયબ થયા છે. પ્રવક્તાનું કહેવું છે કે ધારાસભ્યના પરિસરમાંથી ૨૬.૪૦ લાખ રૂપિયાની રોકડ, ૨૦
આભાર – નિહારીકા રવિયા લાખ રૂપાની કિંમતના સોનાના ઘરેણાની સાથે ડીજીપી શસ્ત્રાગારમાંથી ગાયબ થયેલી નાઈન એમ. એમ.ની એક પિસ્તોલ, અમેરિકન બનાવટની એક પિસ્તોલ અને મેગઝીન, અન્ય બિનપરવાનેદાર પિસ્તોલ, બે બંદૂકો અને ૪૫ કારતૂસો જપ્ત કરવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




