બિહારની સરકાર સારું કામ કરી રહી છે સવર્ણોને આપો ૨૦થી ૨૫ ટકા અનામત, ૨૦૧૯માં મોદી ફરીથી બનશે પીએમ : અઠાવલે

0
13

મુંબઈ,તા.૨૫
સમાજ કલ્યાણ અને અધિકારીતા પ્રધાન તથા રિપ્બલિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા રામદાસ અઠાવલેએ સવર્ણ સમુદાયને અનામત આપવાની તરફદારી કરી છે. તેની સાથે જ તેમણે બિહારમાં અનુસૂચિત જાતિ સાથે થઈ રહેલા અત્યાચાર મામલે ચિંતા વ્યક્ત કરી છે. અઠાવલેએ કહ્યું છે કે બિહારના વિકાસમાં અનુસૂચિત જાતિ અને સવર્ણોએ સાથે મળીને કામ કરવું જાઈએ. અઠાવલેએ બિહારની નીતિશ કુમારની જેડીયુ-ભાજપની ગઠબંધન સરકારના વખાણ કરયા છે. તેમણે કહ્યું છે કે બિહારની સરકાર કુલ મળીને સારુ કામ કરી રહી છે.
૨૦૧૯માં નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને અઠાવલેએ કહ્યું છે કે તેમની માગણી છે કે સવર્ણને વીસથી પચ્ચીસ ટકા અનામત આપતો કાયદો મંજૂર કરાવવો જાઈએ. આર્થિક આધાર પર સવર્ણને અનામત મળવું જાઈએ અને આવું અનામત શિક્ષણ તથા નોકરીઓમાં આપવું જાઈએ. જેમની આવક આઠ લાખથી ઓછી છે. તેમને અનામત મળવું જાઈએ. તેમણે એમ પણ કહ્યું છે કે નવા અનામતથી ઓબીસી અને એસસી-એસટી અનામત પર અસર પડવી જાઈએ નહીં. અઠાવલેએ કહ્યું છે કે જા સંસદ બિલ લાવીને અનામત આપે છે, તો સારું છે. એનડીએની બેઠકમાં તેમણે બે વખત આના સંદર્ભે આ માગણી ઉઠાવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY