પૂણે,તા.૧૭
પુણે પોલીસે સેનાના ચાર જવાનો વિરુદ્ધ દુષ્કર્મના ગુના હેઠળ કેસ દાખળ કર્યો છે. ચારેય જવાનો પર આરોપ છે કે તેમણે ચાર વર્ષ સુધી એક મૂક-બધિર મહિલા સાથે દુષ્કર્મ કર્યું છે. પીડિતા ખડકીની એક સૈન્ય હોસ્પિટસમાં કામ કરે છે. આરોપીઓ પીડિતાને અહીં જ પોતાની હવસનો શિકાર બનાવતા હતા. પોલીસે એફઆઈઆર નોંધી છે. જ્યારે ખડકી ખાતે સેનાના મુખ્યાલયે ચારેય આરોપી જવાનો વિરુદ્ધ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપ્યા છે. આ પીડિતા મૂક-બધિર છે અને જુલાઈમાં તેણે ઈન્દૌરની એક એનજીઓનો સંપર્ક કર્યો હતો. એનજીઓએ વિશેષજ્ઞની મદદથી સાંકેતિત ભાષામાં પીડિતાનું નિવેદન નોંધ્યું હતું.
આ વિશેષજ્ઞ પીડિતા સાથે પુણે આવ્યા અને હોસ્પિટલના કમાન્ડન્ટને ચારેય આરોપી જવાનોની ફરિયાદ કરી હતી. સોમવારે મહિલાએ ઈન્દૌરના ડીઆઈજી હરિ નારાયણચારી મિશ્રાનો સંપર્ક કર્યો હતો. પીડિતાનું કહેવું છે કે તે જુલાઈ-૨૦૧૪થી સૈન્ય હોસ્પિટલમાં કામ કરી રહી હતી. તેની નાઈટ શિફ્ટ હતી અને ત્યારે એક જવાને વોર્ડના ટોઈલેટમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. મહિલાનો દાવો છે કે તેણે પોતાના ઉચ્ચાધિકારી અને ન‹સગ આસિસ્ટેન્ટને મેસેજ કરીને આની ફરિયાદ કરી હતી. ઉચ્ચાધિકારીએ તેને કાર્યવાહીનો ભરોસો આપ્યો હતો. આરોપ છે કે ઉચ્ચાધિકારીએ તેને વાત કરવા માટે બોલાવી અને તેણે પણ તેની સાથે બળાત્કાર કર્યો હતો.
પીડિતાનો આરોપ છે કે આરોપીઓએ તેને બ્લેકમેલ કરીને તેમની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે મેસેજ વાઈરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં બંને જવાનો અન્ય બેની સાથે મળીને તેનો બળાત્કાર કરવા લાગ્યા હતા. આ લોકોએ ચાર વર્ષ સુધી તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




