પરિણીતા સાથે દુષ્કર્મ આચરી કારમાંથી ફેંકી દેતા મોત નીપજ્યું

0
17

સુરેન્દ્રનગરમાં છેલ્લા ૨ દિવસમાં ૨ મહિલાઓ સાથે દુષ્કર્મ
સુરેન્દ્રનગર,તા.૧૭
ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ સુરક્ષિત હોવાના કરવામાં આવતા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. કેમ કે હવે ગુજરાતમાં પણ ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક પછી એક મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. તેનુ તાજેતરનુ ઉદાહરણ સુરેન્દ્રનગરના સલાયા વિસ્તારમાં થઈ રહેલી ઘટનાઓ છે. આ વિસ્તારમાં છેલ્લા ૨ દિવસમાં ૨ મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવમાં આવ્યુ છે.
માહિતી મુજબ બે દિવસ પહેલા કામ પર જઈ રહેલી એક મહિલાને અજાણ્યા શખ્સોએ કારમાં બેસાડી શારિરીક છેડછાડ કરી હતી. તેની સાથે લૂંટ કરી અને કારમાંથી ફેંકી દેવામાં આવી હતી જેના કારણે મહિલાને માથાને ભાગે ઈજા થતાં તેનુ મોત થયુ હતુ.
આ ઘટનાના એક દિવસ બાદ જ એક અન્ય મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બંને ઘટના સાયયા વિસ્તારમાં થવા પામી છે. પોલીસે પીડિતાના નિવેદનના આધારે અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY