હવે ડ્રોન ઉડાવવા માટે લેવી પડશે ટ્રેનિંગ, બન્યાં કડક નિયમ

0
8

ન્યુ દિલ્હી,તા.૧૭
જા તમે ડ્રોન ઉડાવવાની ઈચ્છા રાખો છો તો જરા સંભાળજા કેમકે તેને ચલાવવા માટે તમારે લાઈસન્સ લેવું પડશે. માત્ર એટલું જ નહિં તમારે એના માટે ગૃહ મંત્રાલય પાસેથી મંજુરી લેવાની સાથે તાલીમ પણ લેવી પડશે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશન(ડીજીસીએ)એ ડ્રોન વિમાનો માટે કડક અને ખાસ નિયમો બનાવ્યા છે. આ નિયમો દ્વારા રિમોટલી પાયલટ એરક્રાફ્ટ સિસ્ટમ (આરપીએએસ) નું નિરીક્ષણ કરવામાં આવશે.
૨ કિલોથી વધુનાં ડ્રોન ઉડાવનારા લોકોને લાઈસન્સ લેવા માટે ૨૫ હજાર રૂપિયા આપવા પડશે. તેમજ લાઈસન્સ રિન્યુ કરાવવા માટે ૧૦ હજાર રૂપિયા આપવા પડશે. આ ડ્રાન્સ ચલાવતા વ્યકિતને ડીજીસીએ-માન્ય ઉડ્ડયન તાલીમ સંસ્થા પાસેથી ઔપચારિક તાલીમ પ્રાપ્ત કરવી પડશે. દેશની સલામતીને ધ્યાનમાં રાખીને ડીજીસીએએ આ નિયમ બનાવ્યો છે.
સુરક્ષા એજન્સીઓ સિવાય અન્ય ડ્રાન્સ ચલાવતા લોકોએ પ્રથમ યુનિક આઈડેંટિફિકેશન નંબર(યુઆઇએન) લેવો પડશે. ડીજીસીએએ આરપીએએસને પાંચ વર્ગોમાં વહેંચી દીધાં છે. નેનો – ૨૫૦ ગ્રામ (મોટાભાગે રમકડાં તરીકે ઉપયોગમાં લેવાય છે), માઇક્રો -૫૦ ગ્રામ થી ૨ કિલો, નાના -૨ થી ૨૫ કિલો, મધ્યમ -૨૫ થી ૧૫૦ કિલો અને મોટા-૧૫૦ કિલોથી ઉપરનાં આધારે વહેંચવામાં આવ્યા છે.
ડીજીસીએના ચીફ બીએસ ભુલ્લારે જણાવ્યું હતું કે, “આયાત કરાયેલા આરપીએએસને ડીજીસીએ પાસેથી આયાતની મંજૂરી સાથે વિદેશ વેપાર નિયામક મંડળમાંથી આયાત લાઇસન્સ લેવું પણ જરૂરી છે, ત્યારબાદ યુઆઈએન માટે અરજી કરવી પડશે. જે લોકો આ ડ્રોન ચલાવવા માગે છે તેમની ઉંમર ૧૮ વર્ષથી ઉપર હોવી જરૂરી છે તેમજ તે ધોરણ ૧૦માં અંગ્રેજી વિષયમાં પાસ હોવો જાઈએ અથવા તેમને કેન્દ્રિયગૃહમંત્રાલય તરફથી સલામતીની મંજૂરી લેવી પડશે અથવા ત્રણમાંથી બે ઓળખપત્ર (પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ) ની સ્વતઃ પ્રમાણપત્રની નકલ કરાવીને જમા કરાવવી પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY