અગાઉ ટ્રમ્પે ભારતનું આમંત્રણ ફગાવ્યું હતું,આફ્રિકાના રાષ્ટ્રપતિ ગાંધીજીના ચુસ્ત અનુયાયી છે
ન્યુ દિલ્હી,તા.૧૫
સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સાયરિલ રામાફોસા ૨૬ જાન્યુઆરીની દિલ્હી ખાતે આયોજીત થનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રજાસત્તાક દિનની પરેડમાં સામેલ થવાના નિમંત્રણનો અસ્વીકાર કરાયા બાદ ભારત એક એવા દેશ તરફ મીટ માંડી રહ્યું છે કે જેનું રણનીતિ અને પ્રતીકાત્મક મહત્વ હોય. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ રામાફોસાને એટલા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે.
કારણ કે આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની દોઢસોમી જયંતી મનાવવામાં આવશે. સાયરિલ રામાફોસાને મહાત્મા ગાંધી અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નેશનલ મંડેલાના સમર્થક માનવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રજાસત્તાક દિન પર ભારતના નિમંત્રણનો અસ્વાકર કર્યો છે. ટ્રમ્પ ૨૬ જાન્યુઆરીની આસપાસ પોતાની વ્યસ્તતાને કારણે ભારતમાં આવવા માટે અસમર્થ હોવાનું જણાવ્યું છે.
માનવામાં આવે છે કે ટ્રમ્પનું સ્ટેટ ઓફ યૂનિયન સંબોધન આનું મુખ્ય કારણ છે. સ્ટેટ ઓફ યૂનિયન સંબોધન ૨૨ જાન્યુઆરીથી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ વચ્ચે થવાની શક્યતા હોય છે. ટ્રમ્પને આ નિમંત્રણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૭માં વ્હાઈટ હાઉસની મુલાકાત વખતે આપ્યું હતું. મહત્વપૂર્ણ છે કે ૭૫ વર્ષીય જેકબ જુમાના રાજીનામા બાદ ૬૫ વર્ષીય નેતા સાયરિલ રામાફોસાને આ વર્ષે આફ્રિકન નેશનલ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
ફેબ્રુઆરીમાં રામાફોસાએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ પદે શપથગ્રહણ કર્યા હતા. સાયરિલ રામાફોસા પ્રવાસી ભારતીય દિવસના સમારંભમાં પણ સામેલ થશે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસની વારાણસી ખાતે ઉજવણી કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




