પાક.ની નાપાક હરકત
શ્રીનગર,તા.૧૫
પાકિસ્તાન શસ્ત્રવિરામ ભંગની નાપાક હરકતો છોડવા માટે તૈયાર નથી. ગુરુવારે સવારે પણ પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સવારે છ વાગ્યે સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પણ વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.
આ પહેલા પાકિસ્તાની સેનાએ બુધવારે જમ્મુ-કાશ્મીરના બે અલગ-અલગ વિસ્તારોમાં ભારતીય સરહદી ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. બુધવારે સાંજે જ્યૌડિયાંના પલાંવાલા અને રાજારીના નૌશેરા સેક્ટરમાં પણ પાકિસ્તાન દ્વારા ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે. વળતી કાર્યવાહીમાં ભારતીય સેના દ્વારા પણ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
રાજારી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને બુધવારે શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. સાંજે ચાર વાગ્યે અને ચાલીસ મિનિટે સરહદ પર નૌશેરા સેક્ટમરાં પાકિસ્તાન દ્વારા અચાનક ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બુધવારે સાંજે પલાંવાલા સેક્ટરમાં પણ પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય સેના દ્વારા પણ વળતી કાર્યવાહી કરવામાં આવી હતી.
તાજેતરના દિવસોમાં ઘૂસણખોરો એલઓસીના માર્ગે ભારતીય ક્ષેત્રોમાં દાખલ થવાની ફિરાકમાં છે. મંગળવારે સુરક્ષાદળોએ ત્રણ પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા હતા. ઠાર થયેલા પાકિસ્તાની ઘૂસણખોરો પાસેથી મોટા હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



