ગાંધીનગર,તા.૪
રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પરથી વસ્તુ મેળવતા સામાન્ય અને ગરીબ પરિવારો તેમના વ્યાવસાયીક સ્થળાંતરના પરિણામે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય છે. ત્યારે આવુ રાશન મેળવવાની તકલીફ ઉભી થાય છે તેના ભાગરૂપે રાજ્ય સરકાર રેશનકાર્ડ પોર્ટેબિલિટી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત આગામી ૧૫મી ઓગસ્ટ-૨૦૧૮થી કરવામાં આવે તેવા સંકેતો રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાંથી મળી રહ્યા છે.
રેશનકાર્ડ પોર્ટેબિલિટી અમલ કરતા પૂર્વે રાજ્ય ૧૭૧૦૦ સસ્તા અનાજના દુકાનદારોને એક વિશેષ પ્રોગ્રામથી સજ્જ કરવામાં આવ્યું છે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મજૂરી કામે જતાં માણસોને રાશનથી વંચિત રહેવું પડતું હતું તેનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. માત્ર કાર્ડ ધારક પોતાના અગુંઠાનો નિશાન અને રેશનકાર્ડ નંબર આપતા જ તેના નામની પાવતી કોમ્પ્યુટર પર જનરેટ થશે અને દુકાનદાર પાસેથી રાશન મેળવી શકશે.
રાજ્યમાં ૧૭૧૦૦ સસ્તા અનાજની દુકાનો છે. તેના લાભાર્થીઓની સંખ્યા ૬૮.૭૨ લાખ થવા જાય છે. આ ગરીબ માણસોને કોઈ પણ પ્રકારની મુસીબત વેઠવી ન પડે તેવી તૈયારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



