રાંદેર-ગોરાટ રોડ પર મોડી રાત્રે પાર્ક કરેલી વાનમાં આગ

0
9

વાનમાં મૂકેલો ઘરવખરીનો સામાન પણ સળગી ગયો
સુરત, તા.૧
ગત મોડી રાત્રે રાંદેર ગોરાટ રોડ પર આવેલ અજમેરી ફલેટ સામે મારૂતિવેનમાં અચાનક આગ લાગી હતી. આગના લીધે વેનનું એન્જિન અને સીટ બળી ગઈ હતી. વેનમાં રાખેલ માલ સામાનને પણ નુકસાન થયું હતું.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મતળી માહિતી મુજબ ગત મોડી રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યાના સુમારે રાંદેર-ગોરાટ રોડ ઉપર અજમેરી ફલેટ સામે મારૂતિ વેનમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર ઓફિસર સંપત સુથાર તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. નવાઝ બત્તીવાલાની મારૂતિ વેન જીજે-૫-સીએચ-૧૭૨૯માં લાગેલી આગથી એન્જિન, સીટ અને ઘરવખરીનો માલ સામાન સંપૂર્ણ બળી ગયો હતો. આગથી કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નથી. આગનું કારણ જાણી શકાયું નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY