કચ્છ,તા.૪
કચ્છના માંડવી તાલુકાના બાયઠ ગામમાં ૨૭ વર્ષના દલિત યુવક ભાવેશ મહેશ્વરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. ભાવેશ એક મોબાઇલની દુકાનમાં ગયો હતો જ્યાં પિતા-પુત્રએ તેની પર મોબાઇલ ચોરીનો આરોપ લગાવીને તેની જાતિ અંગે અપશબ્દો બોલીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.
આ ઘટના ભાવેશ સાથે જાહેરમાં કરવામાં આવી હતી. જેના કારણે તે ઘણો દુખી થયો હતો. ભાવેશના પિતા શીવાજી મહેશ્વરીએ માંડવી તાલુકામાં મોટાલાયજા ગામમાં રહેતા પિતા સુમાર ગઢવી અને પુત્ર દિપક ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પિતા-પુત્ર સામે આત્મહત્યા માટે દુપ્રેરણ અને એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો હતો.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બાયઠ ગામે ગઇકાલે ગુરૂવારે ભાવેશ મહેશ્વરીએ તેના ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે પછી તેને માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતાં મૃત જાહેર કરાયો હતો. ગઢવી પિતા પુત્ર સાથે ઝઘડો થયા બાદ મરનારે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તબકકે લખાવાયું હતું. પશ્ચિમ કચ્છ પોલીસના એસ.સી. એસ.ટી. સેલ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક દ્વારા આ કેસની તપાસ હાથ ધરાઇ છે. ‘
પિતા શિવાજીએ ફરિયાદમાં લખાયું છે કે, પિતા પુત્ર બન્ને આરોપીએ મોબાઇલ ફોનની લેતીદેતી બાબતે ભાવેશ સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો અને જાતિય રીતે અપમાનિત કર્યો હતો. આના કારણે લાગી આવતાં ભાવેશે આત્મહત્યા કરી લીધી હતી. પશ્ચિમ કચ્છ પોલીસના એસ.સી. એસ.ટી. સેલ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક દ્વારા આ કેસની તપાસ કરી રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



