જી.એન.એફ.સી, જી.આઈ. ડી.સી અને બીજી અન્ય કંપનીઓ દ્રારા જમીનવિહોણા ખેડૂતોને કાયમી નોકરી આપવાના જુઠા વચનોથી કાંટાળી ફરી એક વખત ભરૂચ જિલ્લા સમહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી

0
105

વહેલી તકે ખેડૂતોની સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં કરવામાં આવે તો તારીખ ૯/૦૪/૧૮ અને ૧૬/૪/૧૮ ના રોજ કુટુંબ કબીલા સાથે ફરી પાછા રસ્તાઓ પર ઉતરી આવી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ભરૂચ:
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહિયાદ ગામના જમીનવિહોણા ખેડૂતોએ વર્ષ ૨૦૦૮ માં સંપૂર્ણ ખેતી લાયક જમીન ઔદ્યોગિક વિકાસના હેતુસર ગુજરાત સરકારને સંમતિ એવોર્ડથી સંપાદન કરી આપેલ હતી.અને જે તે સમયે સરકારના અધિકૃત અધિકરીઓએ જમીનવિહોણા ખેડૂતોને કાયમી રોજગારી આપવાનું અને ગામનો વિકાસ કરવાનું લેખિત વચન આપ્યું હતું.પરંતુ આજ દિન સુધી પૂરું નહીં કરાતા હવે ખેડૂતો વિફર્યા છે.ઘણા બધા આંદોલનો કરી લેન્ડ લુંઝરોને જી.એન.એફ.સી કંપનીમાં નોકરીએ લીધા હતાં પણ લઘુતમ વેતન નહિ આપી અન્યાય કરેલ છે.અને ટેક્નિકલ સ્કીલની ટ્રેનિંગ આપી બહાર બદલી કરી નીમના સ્ટોર પર બેસાડી દેવામાં આવ્યા છે.જે ખેડૂતોને હેરાન કરવાની કંપનીની અધિકારીઓ એવું કરી રહ્યા હોવાનું આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.જ્યારે જી.આઈ.ડી.સીના અધિકૃત અધિકારીઓ દ્રારા જે તે સમયે સ્થળ પર લખાણ આપેલ કે ૨૦૧૭ થી ખેડૂતોને જે જમીનમાં કંપનીઓ નથી આવી તેમને સર્વે નંબર દીઠ જીવનનિર્વાહ ભથ્થુ આપીશું.અને જે વાતને પણ આજે ૬ મહિના થઈ ગયા છતાં જી.આઈ.ડી.સી દ્રારા કોઈ યોગ્ય પગલાં નહીં લેવાતા લેન્ડ લુઝરો ધક્કા ખાઈને થાકી ગયા છે.જેના ભાગ રૂપે આજ રોજ રહિયાદ ગામના ગ્રામજનોએ મોટી સાંખ્યમાં ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી કે જો જી.એન.એફ.સી કંપની અને જી.આઈ.ડી.સી વાળા ઉપરોક્ત પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં કરવામાં આવે તો તારીખ ૯/૦૪/૧૮ ના રોજ સવારે ૭ કલાકે જી. એન. એફ.સી ગેટ પર અને તારીખ ૧૬/૦૪/૧૮ના રોજ જી.આઈ. ડી.સીના અને ઉદ્યોગો સામે કુટુંબ કબીલા સાથે ઉકેલ ના આવે ત્યાં સુધી ધામાં નાખવાની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY