સા.અરેબિયા સરકારે કોસ્ટ ઓફ લિવિંગ એલાઉન્સ જારી રાખવાની જાહેરાત કરી
રિયાધ,તા.૨૧
સાઉદી અરેબિયાની તેલની આવક સતત ઘટી રહી છે, પરંતુ તેનાથી તેમના નાગરિકોને આપવામાં આવતા ભથ્થામાં કોઈ ઘટાડો થયો નથી. સાઉદી અરેબિયાએ મોંઘવારીનો માર વહન કરતી તેમની જનતાને ૨૦૧૯ માં પણ કોસ્ટ ઓફ લિવિંગ એલાઉન્સ જારી રાખવાની જાહેરાત કરી છે. તેનાથી સ્પષ્ટ છે કે ત્યાંના નાગરિકોને દર મહિને ૧૯ હજાર રૂપિયાનું બોનસ મળતું રહેશે.
આ અંતર્ગત સૈનિકો અને સરકારી કર્મચારીઓને કોસ્ટ ઓફ લિવિંગ એલાઉન્સ એટલે કે જીવનનિર્વાહ ભથ્થું તરીકે ૧૦૦૦ રિયાલ ( અંદાજે ૧૮,૬૦૦ રૂપિયા) મળશે. વિદ્યાર્થીઓના ભથ્થામાં પણ ૧૦ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, પેન્શનરો અને સામાજિક સુરક્ષા હેઠળ આવતા લોકોને અન્ય ભથ્થાં મળશે. સાઉદી સરકાર નાગરિકો દ્વારા પહેલા મકાનની ખરીદી પર ૮,૫૦,૦૦૦ રિયાલ (Riyals) એટલે કે ૨૨,૬૬૪ ડોલર (અંદાજે ૧૬ લાખ રૂપિયા)નો ટેક્સ અગાઉથી જ ભરી રહી છે.
તેલની આવકમાં ઘટાડો થયો, છતાં આપી ભેટ સાઉદી અરેબિયા દ્વારા તેમના નાગરિકોને આપવામાં આવતું આ બોનસ એટલા માટે આશ્ચર્યજનક બાબત છે કારણ કે, તેલની કિંમત ઘટવાથી તેમની આવક સતત ઘટી રહી છે. દેશના અગ્રણી કિંગ સલમાને ૨૦૧૯ ના બજેટમાં બોનસ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. સરકાર માને છે કે બજેટથી દેશમાં સ્પેન્ડિંગમાં વૃદ્ધિ થશે. સાઉદી અરેબિયાના નાણાં મંત્રાલયના નિવેદન અનુસાર, રાજ્ય સ્પેન્ડિંગ ૭ ટકા વધારા સાથે ૧.૧૦૬ લાખ કરોડ રિયાલ એટલે કે ૨૯૫ અબજ ડોલર કરવાનો નિર્ણય છે. જે સમ્પ્ટેમ્બરમાં જાય થયેલા પ્રિ-બજેટ નિવેદન મુજબ છે. આ માટે રાહત આપવામાં આવે છે. વિશ્લેષકો માને છે કે, બોનસની ઘોષણા રોયલ ફેમિલી અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન માટે વૃદ્ધિ અને ટેકો વધારવાના બદલાવ સહકાર બદલવાનો હેતુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




