છેલ્લા ૭ વર્ષથી રિટર્ન ફાઇલ ન કરનારને નોટીસ ફટકારાઈ

0
7

રાજકોટ,તા.૨૨
શેરબજાર કે પ્રોપર્ટી કે અન્ય કોઈ પણ જગ્યાએ આજથી ૭ વર્ષ પહેલા જેણે રિટર્ન ફાઇલ નથી કર્યું અને ૧૦ લાખથી વધુ રકમની કેશ ડિપોઝિટ કરી છે અથવા તો રોકાણ કર્યું છે, તે તમામના કેસ રિએસેસમેન્ટમાં ગયા છે. જેમાં ૧૪૮ કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જેને કારણે ચા, પાણી, પાનના ધંધાર્થી, બિલ્ડર, સોની વ્યાપારીઓ વગેરેને નોટિસ આપવામાં આવી રહી છે. જેમાં આવકવેરા વિભાગે નાણાં કયાંથી આવ્યા?, કેટલી આવક છે?, આવક અને રિટર્ન મેચ નથી થતા તો નાણાં કોણે ક્્યાંથી આપ્યા? જેવા અનેક મુદ્દાની પૂછપરછ કરવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧ના વર્ષના કેસ હાલમાં આવકવેરા વિભાગમાં રિઓપન થયા છે. જેની સંખ્યા સૌરાષ્ટÙમાં બે હજારથી પણ વધુ છે. એક પણ શંકાસ્પદ કેસ આવકવેરા વિભાગે મુકયા નથી.
કરચોરોની તો પૂછપરછ કરી જ છે સાથે તેના પરિવારજનો, સગાં વહાલા દરેકની આવક શું છે. તેની તમામ માહિતી આવકવેરા વિભાગે એકત્રિત કરી રહ્યા છે. જે કેસમાં કરદાતાઓએ માહિતી નથી આપી તેઓની માહિતી બેંક, સ્ટોક એક્સચેન્જ પાસેથી મેળવી લેવામાં આવી છે.
આવકવેરા વિભાગે લેટર લખી નામાનાની માહિતી મેળવી લીધી છે. જે કોઈને નોટિસ મળી છે તેઓને પણ ડિસેમ્બર સુધીમાં જવાબ આપવાના છે. સમયગાળો ઓછો છે અને કામગીરી વધારે છે માટે મુદત વધારવા માટે માંગ ઊઠી છે. જા કે એસેસમેન્ટના કેસમાં વધુ માહિતી માગવામાં આવે છે, જ્યારે જે કેસ રિઓપન થયા છે તેમાં જરૂર પૂરતી જ માહિતી આપવાની રહે છે. એક બાજુ હાલમાં એસેસમેન્ટની કામગીરી ચાલુ છે અને કેસ પણ રિઓપન થયા છે. બન્નેની મર્યાદા ડિસેમ્બર માસ છે તો આ સમય મર્યાદા વધારવામાં આવે તેવી માંગ ઊઠી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY