ઉ.પ્રદેશ,મ.પ્રદેશ,મહારાષ્ટ્ર સહિતના રાજ્યોની હાલત બહુ ખરાબ,વિશ્વમાં સૌથી ઓટા એટીએમ ભારતમાં
ન્યુ દિલ્હી,તા.૨૨
નોટબંધી પછી દેશમાં ડિજિટલ ટ્રાંજેક્શનમાં વધારો થયો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે અત્યારે વધારેમાં વધારે લોકો ડિજિટલ ટ્રાંજેક્શન વધારે પસંદ કરી રહ્યાં છે પરંતુ હકીકત કંઈક અલગ છે. સત્તાવાર આંકડા અુસાર, દેશના ૩૦ ટકા ખાતાધારકો નિયમિત એટીએમનો ઉપયોગ કરે છે, જ્યારે ૭૦ ટકા ખાતાધારકો આજે પણ રોકડ પર આધાર રાખે છે. તેનું કારણ નબળું ઈન્ફ્રાસ્ટ્રકચર અને નેટવર્ક છે, જેની અસર એટીએમ નેટવર્કના ગ્રોથ પર પડી છે.
એટીએમ ઉદ્યોગ સાથે જાડાયેલ એક સંગઠન સીએટીએમઆઈના ડિરેક્ટર વી બાલાસુબ્રમણ્યનનું કહેવું છે કે દેશમાં હાજર ૨.૩૮ લાખ એટીએમમાંથી ૧૦ ટકા મશીન અલગ અલગ કારણોના લીધે કામ નથી કરતા. દેશની વસ્તીને જાતા ઓછામાં ઓછા ૧૦ લાખ એટીએમની જરૂર છે. અત્યારે હાજર એટીએમમાં ૮૦ ટકા મશીન શહેરો અને ઔદ્યોગિક વિસ્તારોમાં છે, જ્યારે ગામડાઓમાં એટીએમ લગાવવામાં બાકી છે.
એટીએમ ઉદ્યોગની સાથે જાડાયેલા લોકોનું કહેવું છે મેટ્રો અને મોટા શહેરોને બાદ કરતા મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોના વિસ્તારોમાં એટીએમ ઉપયોગ કરવા માટે લોકોને ૪૦ કિલોમીટર દૂર જવું પડે છે.
વી બાલાસુબ્રમણ્યનએ કહ્યું કે, સમગ્ર દુનિયાના મુકાબલે ભારચમાં સૌથી ઓછા એટીએમ છે. અહીં એક લાખ લોકોની વચ્ચે માટે માત્ર ૮.૯ એટીએમ છે. તો બીજી તરફ બ્રાજિલમાં ૧૧૯.૬ એટીએમ, થાઈલેન્ડમાં ૭૮, દક્ષિણ આફ્રિકમાં ૬૦ અને મલેશિયામાં ૫૬.૪ એટીએમ છે. તેમને જણાવ્યું કે, ચીનએ અત્યાર સુધીમાં ૧૦ લાખ એટીએમ લગાવી દીધા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ૨૦૨૦ સુધી ૧૫ લાખ એટએમનો આંકડો પહોંચી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



