ગાંધીનગર,તા.૨૨
રાજ્ય સરકારના એક મહત્વના વિભાગ માહિતી ખાતામાં પાનની પિચકારીઓ ગમે ત્યાં મારવાની કૂટેવની જેમ તેના કેટલાક અધિકારીઓએ આ કૂટેવને આગળ વધારીને દિવાળી અગાઉ પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઇ રાજ્યના અનેક જિલ્લાઓમાં જઇને નાના અખબારોના માલિકોને તતડાવ્યાં કે તમારૂ છાપુ રેલ્વે સ્ટેશન કે એસટી બસ મથકે તો દેખાતુ નથી..! આવી વિઝીટ જિલ્લાઓની લેવાને બદલે જા એ અધિકારીઓએ દિલ્હી RNIની મુલાકાત લીધી હોત તો તેમને ખબર પડત કે માહિતી ખાતુ પેલા ઉંટની જેમ છે કે જેના ૧૮ અંગ વાંકા છતાં બીજાને કહે છે કે તમે તો સાવ વાંકા જ છેપ! માહિતી ખાતાએ RNIની નોટિસોનો અભ્યાસ કર્યો હોય તો તેમને જાણવા મળત તે RNI દ્વારા માહિતી ખાતાને ૫૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ટાઇટલમાં જુદા નામો અને ગુજરાત મેગેઝીનમાં તંત્રી સહિતના જુદા નામો. અને નાના છાપાવાળાઓને, પાણીમાંથી પોરા કાઢવાની જુની આદત પ્રમાણે દબડાવે છે.
સરકારની કામગીરીની માહિતી પ્રજા સુધી પહોંચાડવાનું કામ કરનાર માહિતી ખાતાની કામગીરી પર નજર રાખનારાઓ શોધી લાવ્યાં અને તેના પર જા નજર નાંખીએ તો માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત મેગેઝીનનું ટાઇટલ RNIમાં જે નોંધાયેલું છે તેમાં તંત્રી તરીકે હજુ કોઇ એમ.ડી. માંકડનું નામ છે. હાલમાં અંક બહાર પડ્યો તેમાં અને તે અગાઉના જે અંકો બહાર પડ્યા તેમાં તંત્રી તરીકે અશોક કાલરિયાનું નામ છે. તંત્રી બદલાય તો RNIને જાણ કરવાની એટલી માહિતી જા આ ખાતાના ઉંચા પગારદાર અધિકારીઓને ના હોય તો એમ કહી શકાય કે માહિતીમાં બધુ લોલમલોલ અને ભમભમમ ચાલે છે. RNIના ટાઇટલમાં પ્રિન્ટીંગ પ્રેસ તરીકે સરકારી ફોટો લીથો પ્રેસ લખેલું છે. ૨૦૧૮ના દિવાળી અંકમાં સાહિત્ય મુદ્રણાલય અને ગુજરાત ઓફસેટનું નામ છે. રેગ્યુલર અંકમાં પણ જુદા નામ લખાય છે.
ભારત સરકારના RNI દ્વારા ૧૨-૦૪-૨૦૧૬ના એક પત્રમાં માહિતી ખાતાને ૫૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૪-૦૫થી લઇને ૨૦૧૪-૧૫ સુધીનો ગુજરાત મેગેઝીનનો વાર્ષિક અહેવાલ પણ માહિતી ખાતાએ RNIને મોકલેલ નથી. પ્રતિવર્ષ ૫૦૦ લેખે ૫૫૦૦ તો દંડ ફટકાર્યો છે (જે આજે વધીને પ્રતિ વર્ષ ૧૦૦૦ પ્રમાણે ગણાય છે). એટલુ જ નહીં પીઆરબી એક્ટ હેઠળ માહિતી ખાતાએ RNIને જે અનિવાર્ય માહિતી એગ્રીમેન્ટ પ્રમાણે મોકલવી પડે તે પણ મોકલી નથી તેથી આ પત્રમાં તેનો પણ ઉલ્લેખ કરીને પીઆરબી એક્ટની કલમ-૪ પ્રમાણે ટાઇટલની વિગતોની નકલ અને તાજા અંકની નકલ મોકલવાની તાકીદ કરી હતી. જ્યાં વાડ જ ચિભડાં ગળે ત્યાં કોને કહેવું. નાના અખબારોની ભૂલો કાઢીને જાહેરાત બંધ કરી દેવાની ચીમકી અને ધમકી આપતા કેટલાક અધિકારીઓએ સરકારી વાહનનો ઉપયોગ કરીને જિલ્લાઓની મુલાકાતોની સાથે RNIમાં પણ આંટો માર્યો હોત તો આ પત્રની જેમ માહિતીની ફજેતી ના થાત. નાના અખબારોની વગર કારણે કે કોઇ ચોક્કસ કારણે ભૂલો કાઢનારા કેટલાક અધિકારીઓએ RNIનો એ ૧૨-૦૪-૨૦૧૬નો પત્ર વાંચવા જેવો છે. પોતો RNIને ૧૦-૧૦ વર્ષ સુધી વાર્ષિક અહેવાલ માહિતી ખાતુ ગુજરાત મેગેઝીનનું મોકલતા નથી. સરકાર ખાતાને ભારત સરકાર ૫૫૦૦ રૂપિયાનો કાયદેસરનો દંડ ફટકારે છે ત્યારે નાના અખબારો પર જાર ચલાવતા એ અધિકારીઓએ ગાજવાને બદલે લાજવું જાઇએ. જિલ્લાઓમાં વીઝીટ કરનારાઓ કેટલાક અધિકારીઓની કિંમત ૧-૧ કિલોના ખારી સિંગના પેકેટથી વધારે નથી એ પણ પૂરવાર થઇ ગયું છે. જેમને રેલવે સ્ટેશન અને એસટી બસ મથકે ટહેલવાની ટેવ હોય એવા અધિકારીઓને સરકારે ગુજરાત મેગેઝીન લઇને વેચવા માટે બેસાડવા જાઇએ. જેથી સરકારને પણ ખબર પડે કે ગુજરાત મેગેઝીનામાં પ્રજાને કેટલો રસ છે!
માહિતી ખાતાએ પહેલાં તો પોતાનું ઘર વ્યવસ્થિત કરવું જાઇએ. નાના અખબારો લોકશાહીમાં મોટુ કામ કરનારા અગત્યાના અને અસરકારક પરિબળ સમાન છે. ભોપાલમાં યુનિયન કાર્બાઇડની ફેક્ટરીમાં ઝેરી ગેસ ગળતર થશે તેનો સૌ પ્રથમ અહેવાલ ત્યાંના કોઇ મોટા અખબારે નહીં પણ તે વખતે ત્યાંના એક નાના સાપ્તાહિકે પ્રસિધ્ધ કરીને સરકારને ચેતાવી હતી. સરકાર ના ચેતી અને પરિણામ શું આવ્યુંપ નાના અખબારોને વગર કારણે હેરાન પરેશાન કરવાને બદલે તેમને જે સુવિધા સગવડો કે વિજ્ઞાપનના કોન્ટ્રાક્ટ રિન્યૂ વગેરે.ની પ્રક્રિયા કરવાની હોય તેમાં માહિતી ખાતુ સહયોગ આપે એવી એક લાગણી પ્રવર્તી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



