ભાવનગર,તા.૨૩
દહેજથી ઘોઘા જતી રોપેક્ષ ફેરી સર્વિસમાં યાંત્રીક ખામી સર્જાઈ છે. યાંત્રીક ખામી સર્જાવાના કારણે રોપેક્ષ ફેરી સર્વિસની સોમવાર સુધીની તમામ ટ્રીપો રદ્દ કરવામાં આવી છે. મહત્વનું છે કે રો-રો ફેરીમાં પ્રવાસ કરવા માટે મુસાફરોએ પહેલાથી જ બુકિંગ કરાવ્યું હોય છે. ત્યારે આ ત્રણ દિવસ માટે જે મુસાફરોએ રો-રો ફેરીમાં પ્રવાસ કરવા માટે બુકિંગ કરાવ્યું છે તે તમામ મુસાફરોના પૈસા તેમને પરત આપી દેવામાં આવશે.
આ ફેરી સર્વિસમાં યાંત્રિક ખામી સર્જવાનો મામલે કૌભાંડની આશંકા સામે આવી છે. રોપેક્ષ ફેરીની સોમવાર સુધીની તમામ ટ્રીપ રદ્દ કરાઈ છે. બુકીંગ થયેલા મુસાફરોને રિફંડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કાર્ગો ફેરીના સ્થાને ઈન્ડિગો વન જહાજ ચલાવવામાં આવશે.
૨૦ મિલિયન ડાલરમાં ખરીદાયેલું જહાજ ૨૬ દિવસમાં ખોટકાયું છે. ઘોઘા દહેજ વોયેજ સિમ્ફની જહાજ ખરીદવામાં કૌભાંડની આશંકા દેખાઇ રહી છે. રૂ.૧૨૫ કરોડના ખર્ચે જહાજ ખરીદવામાં મોટા કૌભાંડની આશંકા છે. મહિનાઓ સુધી એક એન્જિનવાળા જહાજા પણ બંધ પડતા નથી.
કારણ કે દરિયામાં મહિનાઓ સુધી એક એન્જિનવાળા જહાજ મુસાફરી ખેડે છે. ચીન હોય તો આટલી કિંમતમાં ઘોઘા – દહેજ વચ્ચે દરિયામાં બ્રીજ બાંધી દે તેવું લોકમુખે ચર્ચાએ વેગ પકિયો છે.
ઘોઘા-દહેજ રોપેક્ષ સેવાને વિÎનોનું ગ્રહણ સતત નડતુ રહ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ ૭૦૦ કરોડ જેટલો ખર્ચ કરી દેવામાં આવ્યાં છે. તો પણ આ સેવાને કંઇને કંઇ પ્રશ્ન આવી જાય છે. આ સેવા માટેનું જહાજ વોયેજ સિમ્ફની ૨૦ મિલિયન ડોલર એટલે કે રૂપિયામાં જાઇએ તો આશરે ૧૨૫ કરોડમાં ખરીદેલું છે.
ત્યારે તેમાં પણ ખામી આવવાને કારણે લોકોમાં ઘણી આશંકાઓ સેવાઇ રહી છે. આટલું મોંઘુ જહાજ ખરીદવામાં મોટા માથાઓએ કૌભાંડ આચર્યાની ચર્ચાએ લોકોમાં વેગ પકડ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






