બાવળિયાએ કોંગ્રેસ પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો : અમિત ચાવડા

0
20

રાજકોટ,તા.૨૩
જસદણ પેટા ચૂંટણી ૨૦ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે જસદણમાં ભાજપના સ્નેહમિલનમાં ૧૦૦થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જાડાયા હતા. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં રાજકોટમાં પેટા ચૂંટણીને લઇને બેઠક યોજાઇ હતી. બાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ૨૮ નવેમ્બરના રોજ કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે. પક્ષ પલ્ટો કરી ભાજપમાં જાડાનારાઓ જૂના હતા. લોકો કુવરજીભાઇ અને ભાજપને હરાવવાના મૂડમાં છે. બાવળિયાએ પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો છે, આઠ ઉમેદવારોની યાદી તૈયાર કરી છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, જસદણની પેટા ચૂંટણીની જવાબદારીની વહેંચણી કરવામાં આવી છે. ભાજપ સરકારમાં ખેડૂતો, યુવાનો, બેરોજગાર, વેપારીઓ પરેશાન છે. અનેક પ્રશ્નોને લઇ લોકો પરેશાન હોવાથી કોંગ્રેસને જનતા મત આપશે. ૩૨ ધારાસભ્યો, ૩ પૂર્વ સાસંદસભ્યો તેમજ પ્રદેશના હોદ્દેદારોને જસદણ વિધાનસભા બેઠક પર જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી પ્રચાર અર્થે પ્રદેશના નેતાઓ આવશે. જસદણ કોંગ્રસના રાષ્ટ્રીય નેતાઓ પણ ચૂંટણી પ્રચાર અર્થે જસદણ આવે તેવી શક્્યતાઓ છે. કોંગ્રેસની બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપના કારોબારી સભ્ય દિલીપ રામાણી ભાજપમાંથી કોંગ્રેસમાં જાડાયા હતા. તેમજ જસદણ તાલુકા કારોબારી સભ્ય ભાજપમાંથી કોંગ્રેસમાં જાડાયા હતા અને જદદણ ભાજપ મીડિયા સેલમાંથી કોંગ્રેસમાં જાડાયા હતા.
જસદણના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર ભોળાભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા જેને ઉમેદવાર જાહેર કરવામાં આવે તે શિરોમાન્ય. જસદણ પેટા ચૂંટણીમાં ૮ લોકોએ દાવેદારી નોંધાવી છે. તમામ લોકો સાથે મળી કોંગ્રેસ પક્ષને જીતાડવા પ્રયત્ન કરશે. કુવરજી બાવળિયાના નિવેદનને વખોડી આ નિવેદન રાજકીય નિવેદન હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ બાકીના ઘણા લોકો ભાજપમાં ભળશે તેવું નિવેદન ગઇકાલે કુવરજીભાઇએ આપ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY