અમદાવાદ, તા.૦૬
ચોમાસામાં અને ચોમાસા બાદ શહેરના રસ્તાઓની હાલત બિસ્માર થઈ જાય છે. જેના કારણે શહેરીજનોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ ઉપરાંત રસ્તાની સાઈડ પર તેમજ રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યા બાદ તેને જેમ તેમ મુકી દેવામાં આવતુ હોય છે. શહેરના રસ્તાઓ પર ભુવા પડી જવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. તેમજ આ બિસ્માર રસ્તાઓના કારણે અકસ્માતો પણ સર્જાતા હોવાના સમાચાર સામે આવતા હોય છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે પણ તંત્રની ઝાટકણી કાઢી હતી. ત્યરે હવે આડેધડ ખોદકામ કરતી કંપનીઓ માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે. જે મુજબ રોડ પર જે કંપની ખોદકામ કરે તેણે જ તેનુ સમારકામ કરવાનુ રહેશે. અમદાવાદમાં રોડ સાઈડમાં ખોદકામ કંપનીએ જ પુરાણ કરી, તેના પર વોટરીંગ કરી યથાસ્થિતિ રોડ કરી આપવો પડશે કે બ્લોક ખસેડ્યા હશે તો વ્યવસ્થિત ગોઠવી આપવા પડશે. કમિશનર વિજય નહેરાએ ખોદકામ કરતી કંપનીઓને સૂચના આપી છે. જે મુજબ અમદાવાદમાં રોડ સાઈડમાં ખોદકામ કરતી કંપનીએ જ તેનુ પુરાણ કરી તેના પર વોટરીંગ કરી યથાસ્થિતિ રોડ કરી આપવાનો રહેશે. કોઈપણ ખોદકામ અને પુરાણની કામગીરી ૩ દિવસથી વધુ ચાલવી ન જાઈએ તેવી પણ સૂચના અપાઈ છે. તેમજ જા સમય મુજબ કામ ન થયુ તો રોજેરોજ ૨૦ ટકા પેનલ્ટી ફટકારવામાં આવશે. આ અંગે બીએસએનએલ ખાનગી મોબાઈલ ફોનોની કંપનીઓ, વીજળી કંપની, ગેસ કંપની વગેરેની મીટિંગ યોજાઈ હતી. જેમાં આડેધડ ખોદકામના લીધે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ન પડે તે જાવા ખાસ સૂચના અપાઈ
છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



