રોબોટ બનવા ૧૪ કિલોનો સુટ પહેરવો પડતો હતો : રજનીકાંત

0
9

મુંબઈ,તા.૧૯
જે લોકો એમ કહેતા હોય કે રોબોટ્‌સને હૃદય નથી હોતું તેમણે રજનિકાંત અને એમી જેક્સનની ફિલ્મ રોબોટ (૨૦૧૦) નથી જાઇ. ડાયરેક્ટર શંકરની આ ફિલ્મમાં સુપરસ્ટારનું કેરેક્ટર ચિટ્ટીના કેરેક્ટરે ઇમોશન્સ જીવંત કર્યા હતા. કારણ કે તેમના આ કેરેક્ટરમાં રોબોટ્‌સને પણ ફીલિંગ હતી. આ ફિલ્મની સિક્વલ ‘૨.૦’ની લોકો ઘણાં સમયથી રાહ જાઇ રહ્યા હતા. આ મહિનાના અંતમાં આવનારી આ ફિલ્મમાં રજનિકાંત ચિટ્ટી અને એમી જેક્સન નિલાના કેરેક્ટરમાં જાવા મળશે.
આ ફિલ્મના ટ્રેલરના તાજેતરના લોન્ચમાં એમી જેક્સને તેના રોલ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘આ રોલ ભજવવો મુશ્કેલ હતો. શંકર સરે મને રોબોટ બનવાના ઝોનમાં જવામાં મદદ કરી હતી. મારે થોડું રિઝર્વ બનવું પડ્યું હતું અને સાથે એક રોબોટ પ્રમાણે વિચારવું પડ્યું હતું. પણ ચિટ્ટી તરીકે રજનિ સરે જારદાર કામ કર્યું છે.’ શંકરે જણાવ્યું કે એમી આ રોલ કરવા માટે રાઇટ એક્ટર છે.
રજનિકાંતે પણ કહ્યું કે ચિટ્ટીનો રોલ ભજવવો અઘરો હતો. ઇવેન્ટમાં તેણે કહ્યું હતું કે, ‘મારા હેલ્થ ઇશ્યૂઝને કારણે મારો આ રોલ કરવાનો કોન્ફિડન્સ ડગમગાયો હતો. મેં તો ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સમયે શંકરને એમ પણ કહ્યું હતું કે મારાથી આ રોલ નહીં થઇ શકે. પણ તે મારા સાજા થવાની રાહ જાવા માટે તૈયાર હતો. ફિલ્મના શૂટ દરમિયાન ચિટ્ટીના સૂટમાં જવાનું અઘરું બન્યું હતું. એનું વજન ૧૪ કિલો હતું અને મારો પાર્ટ ભજવવો પણ અઘરો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY