ન્યુ દિલ્હી,તા.૧૯
સીબીઆઇના બે ટોચના અધિકારી આલોક વર્મા અને રાકેશ અસ્થાનાનો વિવાદ સામે આવ્યાં બાદ કેટલાંક ઘટસ્ફોટો પણ થઈ રહ્યાં છે. આરજેડી પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ વિરૂદ્ધના કેસમાં પણ કેટલાંક દાવાઓ થયાં છે. સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્માએ સીવીસીને મોકલેલાં જવાબમાં એવું પ્રતીત થાય છે કે સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના, પીએમઓઅને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીની સાથે મળીને આઈઆરસીટીસી કૌભાંડમાં આરજેડી નેતા લાલુપ્રસાદ યાદવની ધરપકડના પ્રયાસ કરી રહ્યાં હતા.
હાલમાં જ સુપ્રીમ કોર્ટે રાકેશ અસ્થાના દ્વારા આલોક વર્મા પર લગાવવામાં આવેલાં આરોપોને લઈને સીવીસીને તપાસ કરવાના આદેશ આપ્યાં હતા. સીવીસીએ આ સંબંધે પોતાની તપાસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દીધી છે. જે બાદ કોર્ટે આલોક વર્માને સીવીસી તપાસ રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યાં હતા અને તેના પર જવાબ માંગ્યો છે.
હાલમાં જ ધ વાયરમાં સીવીસીની તપાસ દરમિયાન આલોક વર્માને પૂછવામાં આવેલાં સવાલ અને વર્મા દ્વારા આપવામાં આવેલા જવાબ અંગે એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો.
સીવીસીની તપાસ બાદ સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માએ સીવીસીના કેવી ચૌધરી પર પક્ષપાત અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
આલોક વર્માએ મોદી સરકાર પર પણ આરોપ લગાવ્યો છે કે તેમના કારણે જ હાલ દેશની સૌથી મોટી તપાસ એજન્સીમાં ઘમાસાણ જાવા મળી રહ્યું છે.
રાકેશ અસ્થાનાનો આલોક વર્મા વિરૂદ્ધ એક મુખ્ય આરોપ એવો હતો કે તેઓએ આરજેડી નેતા લાલુપ્રસાદ યાદવ વિરૂદ્ધના કેસને નબળો કર્યો છે. જા કે આલોક વર્માએ તે વાતનો ઈન્કાર કર્યો છે. રાકેશ અસ્થાના લાલુપ્રસાદના કેસની તપાસ કરી રહ્યાં હતા.
તો બીજી તરફ આલોક વર્માએ આરોપ લગાવ્યો છે કે અસ્થાના આ મામલે રાજકીય રીતે પ્રભાવિત થઈ શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



