ન્યુ દિલ્હી,તા.૨૬
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે રોહિંગ્યા મુસ્લિમ ભારતમાં ગેરકાયદેસર પ્રવાસીઓ છે અને તેમને દેશમાં વધારે દિવસ વસવાટ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજિજૂએ કહ્યુ છે કે આ મામલામાં સરકારનો દ્રષ્ટિકોણ સૌની સામે છે. રિજિજૂએ કહ્યુછે કે રોહિંગ્યા ગેરકાયદેસર પ્રવાસીઓ છે અને તેમને ભારતમાં ફલવા-ફૂલવા દેવાનો મોકો આપવામાં નહીં આવે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે પણ કહ્યુછે કે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે ભારતમાં રહેતા રોહિંગ્યા મુસ્લિમો પાસે ભારતીય દસ્તાવેજા હોય નહીં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. જેથી ભારત તરફથી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ મ્યાંમારના વિદેશ પ્રધાન સાથે વાતચીત કરી શકે. મહત્વપૂર્ણ છે કે ગત મહિને કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર સહીત તમામ રાજ્ય સરકારોને એક પત્ર લખીને તેમને ગેરકાયદેસર પ્રવાસીઓને દેશમાં ઘુસવાથી રોકવા માટે તાકીદ કરી હતી. રોહિંગ્યા મુસ્લિમો જમ્મુ, હૈદરાબાદ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



