ન્યુ દિલ્હી,તા.૨૬
ભારતીય રાષ્ટ્રીય ચુકવણી કોર્પોરેશન (NPCI)એ એક જ મોબાઇલ નંબરથી લિંક બેંક ખાતાઓની વચ્ચે યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) લેણદેણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. કેશબેક મેળવવા માટે લોકો દ્વારા વ્યાપક રીતે આવું કરવા પર પ્રતિબંધનાં પગલે આ નિર્ણય ઉઠાવ્યો છે. એનપીસીઆઇએ બેંકોને સકિયુંલર રજૂ કરીને આ વ્યવસ્થા ૧લી ઓગષ્ટથી રજૂ કરવાનું કહ્યુ છે.
એનપીસીઆઇએ બેંકોને આવીUPI લેણદેણ પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યુ છે. જેમાં મોકલનારા અને સ્વિકાર કરનાર એક વ્યકિત અથવા ખાતાઓનો માલિક પણ એક વ્યકિત જ હોય. આવી લેણદેણ કેશબેક મેળવવાની નિયતથી કરવામાં આવે છે.
કોર્પોરેશને સકિયુંલરમાં જણાવ્યું કે જ્યારેUPIને આધારે થનાર પૈસાની લેણદેણનું વિશ્લેષણ કરવામાં આવ્યું તો એવું જાણવા મળ્યું કે વધારે લેણદેણમાં ડેબિટ-ક્રેડિટ ખાતાથી લિંક મોબાઇલ નંબર એક જ છે. ગ્રાહક પોતાનાં એક ખાતાથી બીજા ખાતામાં પૈસા મોકલે છે. આ જ પ્રકારે લેણદેણ માત્રUPIમાં ચાલી રહેલ કેશબેકને મેળવવા માટે છે અને આની કોઇ જ અનુરૂપતા નથી. આવા લેણદેણ તંત્ર પર ખોટા બોજ સિવાય અન્ય કંઇ જ નથી.
કોર્પોરેશન અનુસાર લેણદેણ મૂળ ત્રણ રીતે હોય છે. આમાં એક જ UPI ખાતાની વચ્ચે લેણદેણ, UPI આઇડી માલિક દ્વારા પોતાનાં બેંક ખાતાની વચ્ચે લેણદેણ અને બીજી UPI આઇડીને આધારે લેણદેણ થાય છે પરંતુ આમાં પણ બેંક ખાતા એક જ રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



