ભાજપના નેતાએ વડાપ્રધાન મોદીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા

0
11

ચેન્નાઈ,તા.૨૫
તામિલનાડુના ભાજપ અધ્યક્ષ તમિલીસાઈ સુંદરરાજને કહ્યું હતું કે દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના શરૂ કરવા માટે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે.
રાજ્ય ભાજપ પ્રમુખના કાર્યાલય તરફથી જારી પ્રેસ રિલીઝમાં કહેવાયું છે કે તેમના પતિ પ્રોફેસર પી. સુંદરરાજને પણ મોદીને નોબલ માટે નોમિનેટ કર્યા છે. તેમના પતિ એક પ્રાઈવેટ યુનિવર્સિટીમાં નેફ્રોલોજી વિભાગના પ્રોફેસર છે. નોમિનેશન દર વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થાય છે. નોમિનેશનની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી, ૨૦૧૯ છે. યુનિવર્સિટીના પ્રોફેસર સહિત સાંસદ અને અન્ય લોકો પણ પીએમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરે.
દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના વડાપ્રધાન જન આરોગ્ય યોજના-આયુષ્માન ભારતની શરૂઆત કરવા માટે ડોક્ટર તમિલીસાઈ સુંદરરાજને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નોબલ શાંતિ પુરસ્કાર ૨૦૧૯ માટે નોમીનેટ કર્યા છે.
રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચીથી વડા પ્રધાન જનઆરોગ્ય યોજના-આયુષ્માન ભારત લોંચ કરી હતી. આ ભારત સરકારની મહત્તકાંક્ષી યોજના છે. જે હેઠળ ગરીબોનો સારો અને ફ્રીમાં ઈલાજ થશે.
પીએમ મોદીએ મંચ પરથી જણાવ્યું હતું કે તેમાં ૫૦ કરોડથી વધુ લોકોને કવર કરવા માટે આવશે અને ૧૦ કરોડ પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધી ફ્રી હેલ્થ ઈન્સ્યોરન્સ આપવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY