ભરૂચ,
આગામી ૩૧ જાન્યુઆરીના રોજ સંત શિરોમણી રૈદાસજીની જન્મજયંતિ હોઇ એના ભાગરૂ૫ે ભરૂચ જિલ્લા રોહિત સમાજ અને ધી ભરૂચ જિલ્લા રોહિત બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીદ્વારા આજરોજ ભરૂચમાં રૈદાસજીનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાવામાં આવ્્યો હતો.
રૈદાસ જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના શક્તિનાથ ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં રોહિત સમાજના સંતો સહિત વડીલો, આગેવાનો, યુવાનો, મહિલાઓ અને યુવતીઓ સહિત રોહિત સમાજના લોકોમોટી સંખ્યામાં જોડાયા હતા. વાજતે ગાજતે શોભાયાત્રા શક્તિસ્તંભ થઇ આંબેડકરભવન ખાતે ૫હોંચી હતી. જ્યાં આંબેડકર ભવન ખાતે આયોજિત સમારંભમાં રોહિત સમાજના સંતો અને કલાકારોના વિશેષ સન્માન કરાયા હતા.
સમારોહમાં રોહિત સમાજના ઉત્થાન માટે સંગઠનની રચના કરવા માટેની કવાયત હાથ ધરાઇ હતી. જેમાં રોહિત સમાજના સમર્થન અને સંતોના આશીર્વાદથી રોહિત સમાજના સંગઠનથી રચનાનો નિર્ણય લેવાયો હતો. સંગઠનની રચનામાં રોહિત સમાજમાંથી કુરિવાજો દૂર થાય દૂષણો દૂર થાય, યુવાનોમાં વ્યક્તિત્વ નિર્માણ કરવામાં આવે, રોજગારલક્ષી કાર્યક્રમો હાથ ધરાય, મહિલાઓ ઉત્થાન માટે અલગ મહિલા સંગઠનની રચના કરવામાં આવે, વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બને તે માટે માર્ગદર્શન શિબિરોનું આયોજન થાય તથા રોહિત સમાજના ૫રિવારોમાં એકરૂ૫તા ઉભી થાય, સમાજમાં એકતા બની રહે તેવા વિવિધ મુદૃાઓ ૫ર ચર્ચાઓ હાથ ધરી નવા સંગઠનની રચનામાટેની શરૂઆત હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"