અતિ પ્રાચીન તીર્થ ભરૂચના મુખ્ય જિનાલય પર ૨૯મો ધજારોહણ મહોત્સવ યોજાશે

0
84

ભરૂચ,

શુભનિશ્રા પૂ.આ. દેવ રાજ્યશસુરીશ્વરજી મ.સા. મહાસુદ-૧૩ના બરબર મધ્યાહન સમયે પૂ.આ. દેવ રાજ્યશસૂરીશ્વરજી મહારાજા તથા પૂ.આ.દેવ યશોવર્મસૂરીશ્વરજી મ.આદિ વિશાળ શ્રમણ-શ્રમણીગણની નિશ્રામાં ધજારોરણ મહોત્સવ યોજાશે.

મંદિરની ધજા મહોત્સવનું મહત્વ સમજાવતા પૂ.આ. દેવ રાજ્યશસૂરિએ જણાવ્યું કે મંદિર એ સાવર્જનિક સ્થાન છે. તમામ ઇચ્છુકો અને દર્શનાર્થીઓ માટે ખુલ્લું સ્થાન છે. આવા સ્થાનનો સૌને દૂર-દૂરથી પરિચય થાય માટે મંદિરના શિખર ઉપર ધજા ચડાવવામાં આવે છે. માનવનું મન સંયોગોને આધિન હોય છે. જેવા વાતાવરણમાં એ આવે છે, એવા વિચારો અને સંસ્કારો આવતા જાય છે માટે જેમ લાયબ્રેરીઓ પ્રત્યેક શહેરમાં પ્રત્યેક મહોલ્લા માટે જરૂરી હોય છે. તેમ પ્રત્યેક મહોલ્લા માટે મંદિરોની આવશ્યકતા છે. મોટેભાગે મંદિરો સ્વચ્છતા અને શાંતિના પ્રતિક હોય છે. જ્યારે ભક્તિ અને આરતીના જયનાદો થતા હોય છે તે સ્વરો મનને આહ્લાદ અને આનંદ આપતા હોય છે.

કલા-કારીગરી અને શિલ્પના જિનાલયો ઉત્કૃષ્ટ નમૂના હોય છે. આબુ, દેલવાડા, રાણકપુર, શત્રુંજ્ય તીર્થ કે સોમનાથના મંદિર માનવ ચેતનાને ઉજાગર કરે છે. ધજારોહણના આ પ્રસંગે મદ્રાસ આદિ અનેક સ્થળોથી પણ ભાવિકો પધારશે. એક નવા આધ્યાત્મિક વર્ષની શરૂઆત થશે જે જન સમૂહમાં આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY