રોહિત શર્મા વન-ડેમાં ઝડપી ૧૦૦ છગ્ગા ફટકારનાર ત્રીજા બેટ્‌સમેન બન્યો

0
12

દુબઈ,તા.૨૦
૧૬૨ રનના લક્ષ્યાંકને પાર કરીને ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે ૮ વિકેટથી વિજય મેળ્યો. પહેલાં બોલિંગ અને પછી બેટિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતીય ટીમે આ મહામુકાબલા ઐતિહાસિક જીત મેળવી. આ સાથે જ સુકાની રોહિત શર્માએ અમુક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. ટીમ ઈન્ડિયા ના સુકાની રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ ૩૯ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૫૨ રનની ઇનિંગ રમી. આ સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેના નામે ૨૯૪ સિક્સ નોંધાઇ છે. ઉપરાંત તે ઝડપી ૧૦૦ છગ્ગા ફટકારનારા બેટ્‌સમેનોમાં ત્રીજ નંબરે પહોંચી ગયો છે.
વનડેમાં સૌથી ઝડપી ૧૦૦ છગ્ગા ફટકારનાર બેટ્‌સમેનોની યાદીમાં રોહિત શર્મા ત્રીજા ક્રમે છે. પહેલા નંબર પર શાહિદ આફ્રિદી છે. તેણે વનડેમાં દર ૨૬ બોલ બાદ સિક્સ ફટકારી છે. બીજા નંબર પર બ્રેંડન મેક્કુલમ છે, જે ૨૭ બોલ બાદ સિક્સ ફટકારે છે. ત્રીજા નંબર પર રોહિત શર્મા આવે છે. રોહિત શર્મા દર ૩૫ બોલ બાદ સિક્સ ફટકારે છે.
આ સાથે જ તે વિશ્વનો સૌથી વધુ એવરેજ ધરાવતો ઓપનિંગ બેટ્‌સમેન છે. વિશ્વના એવા ઓપનિંગ બેટ્‌સમેન જેણે ઓછામાં ઓછી ૫૦ ઇનિંગ રમી છે, તેવા બેટ્‌સમેનની રેસમાં રોહિત શર્મા સૌથી આગળ છે. આ લિસ્ટમાં રોહિત શર્મા(૫૪.૩૯) બાદ હાશિમ અમલા(૫૦.૧૦), સચિન તેંડુલકર(૪૮.૨૯), શિખર ધવન(૪૬.૬૮), બ્રાયન લારા(૪૬.૦૮)નો નંબર આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY