અમેરિકામાં બેસેલા હેકરે સુરતની બેકમાંથી ૨.૨૧ લાખ ઉપાડી લીધા

0
8

આઈડીઆઈ બેંકના ગ્રાહક સાથે છેતરપિંડી
સુરત, તા. ૧૬
પુણા પાટીયા આલાઈ કોમ્પ્લેક્ષ ખાતે આઈડીબીઆઈ બેંકના ખાતામાંથી ૨.૨૧ લાખ એટીએમ મારફતે ઉપાડી લઈ અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ પુણા પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બિહાર ગયા જિલ્લાના વતની અને હાલમાં વેસુ નંદની ટાવર ખાતે રહેતા અમિતકુમાર મહેશકુમાર સિન્હાનું બેંક એકાઉન્ટ પુણા પાટીયા અલાઈ કોમ્પ્લેક્ષ ખાતે આવેલ આઈડીબીઆઈ બેકમાં આવેલુ છે. અંબિકા એેન્ટર પ્રાઈસ નામથી ચાલતા આ બેંક ખાતામાંથી સંજુદેવી બહેતીનો મોબાઈલ ફોન નંબર મેળવી વર્ષ ૨૦૧૭ના સમય દરમ્યાન યુએસએથી એટીએમના માધ્યમ દ્વારા ૨.૨૧ લાખ રપિયા ઉપાડી લઈ ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસ મથકમાં નોકરીયાત યુવકે ફરિયાદ નોધાવતા પોલીસે આઈપીસી ૪૨૦ તથા આઈટી એક્ટ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY