રોહતક,તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરિયાણામાં રહેતી એક મજૂરની દિકરીએ આમંત્રણ આપતો પત્ર લખ્યો છે. આ પત્રમાં પીએમ મોદીને પોતાની મોટી બહેનના લગ્નમાં પધારવા આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાનને પત્ર લખનારી છોકરીનું નામ સુખો રાની છે. તે શાળામાં અભ્યાસ કરે છે. તેને પત્રમાં લખ્યું કે પીએમ મોદી જી, મારી સિસ્ટરના લગ્ન ૨૯ ડિસેમ્બરે છે, હું તમને ઇન્વિટેશન આપું છું, પ્લીઝ જરૂર આવજા, તમારી સિસ્ટર સુખો.
વડાપ્રધાનને આ પત્ર લખવા પાછળ સુખોનો એક સમાજીક હેતુ છે. સુખોને આશા છે કે પત્ર મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી તેના ગામમાં આવશે. તેઓ તેના ગામમાં આઠમાં ધોરણથી આગળના શિક્ષણની વ્યવસ્થા કરશે. વડાપ્રધાનને મોકલવામાં આવેલા પત્રમાં સુખો રાનીએ ગામથી અંદાજે ત્રણ કિમી દૂર મઢ જઇને ધોરણ ૧૦નું શિક્ષણ મેળવવું પડે છે. પરંતુ તે જણાવે છે કે જ્યારે તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી મોકલી હતી, તેમાં શિક્ષા વ્યવસ્થા ન હોવાનું પણ લખ્યું હતું. હવે જ્યારે મોદીને ભાઇ માન્યા છે તો તેઓ જરૂર આવશે.
સુખો રાનીએ જણાવ્યું કે, અહીંનું સ્થાનિક પ્રસાસન અમારા ગામમાં હાઈસ્કૂલ સુધીની ભણવાની સમસ્યા પર ધ્યાન જ નથી આપતું. જેથી મને વિચાર આવ્યો કે પત્રના માધ્યમથી પીએમને જાણ કરું. આથી ૮ દિવસ પહેલા પત્ર મોકલું છું. પછી ફેસબૂક અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પર આશા છે કે પીએમ મોદી ગામનું નામ બદલાવ્યા બાદ હવે સ્કૂલ બનાવવાની જાહેરાત કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



