ભારતે ત્રાસવાદને નામે થતી પ્રોક્સી વાર સામે તો લડવું જ પડે છે

0
5

વિશ્ર્વના કોઈ દેશને યુદ્ધ પોસાય એમ નથી, પરંતુ હજી ઘણા દેશ હથિયાર સજાવી રહ્યા છે. તેઓ સતત તેમની લશ્કરી સજ્જતામાં વધારો કરે છે, વધુને વધુ આધુનિક શસ્ત્રોનું ઉત્પાદન કરતા રહે છે એટલું જ નહીં બીજા નબળા રાષ્ટ્રોને શસ્ત્રો, લડાયક વિમાનો, યુદ્ધ જહાજા, મિસાઈલો વગેરેનું વેચાણ કરે છે.
ચીનની આંખમાં ડ્રેગન સતત રમ્યા કરે છે. ઠીંગણા લોકોનો આ દેશ શસ્ત્રસજ્જતામાં પોતાને વિરાટ સાબિત કરવા સતત મથી રહ્યો છે.
ચીને એક એવું આધુનિક મરીન રડાર ડેવલપ કર્યું છે જે ભારતની સાઈઝ જેવડા એરિયા પર સતત ચાંપતી નજર રાખી શકે. આ મરીન રડાર વડે ચીન તેના સમુદ્રી વિસ્તાર પર નજર રાખશે. દુશ્મનના યુદ્ધ જહાજા, વિમાનો અને મિસાઈલોનો ખતરો જાઈ શકશે. ઘરઆંગણે ડેવલપ કરાયેલું આ ફલોટિંગ રડાર દક્ષિણ ચીન સમુદ્ર, હિન્દી મહાસાગર અને પેસિફિક સમુદ્ર સહિતના મહ¥વના વિસ્તારોની માહિતી એકઠી કરીને ચીની નૌકાદળને આપશે. મહ¥વની વાત એ છે કે આ ટૅકનોલાજી વિકસાવનાર ચીન એક માત્ર રાષ્ટ્ર નથી, અમેરિકાના એક મોટા ડિફેન્સ કોન્ટ્રાક્ટર રૅથોનને ૨૦૧૬માં આવા રડાર માટેના પેટન્ટ આપવામાં આવ્યા છે.
અન્ય એક ચિંતાજનક બાબત એ છે કે ચીને છેલ્લાં પાંચ વર્ષમાં તેના નૌકા કાફલામાં બીજા ૮૦ યુદ્ધજહાજા ઉમેર્યા છે. ચીન ઈન્ડો-પેસિફિક રિજનમાં તેનું વર્ચસ્વ વધારી રહ્યો છે તેની આ સાબિતી.
છેલ્લાં ૨૦૦ વર્ષમાં ચીનના નૌકાદળની ઝડપે અન્ય કોઈ નૌકાદળ વિકસ્યું નથી. ચીને ૨૦૦૮થી હિન્દી મહાસાગર વિસ્તારમાં કાયમી સ્વરૂપે તેનું નૌકાદળ ગોઠવી રાખ્યું છે. આ માટે તેઓ એવું કારણ દર્શાવે છે કે અમારો વેપાર આ માર્ગે થઈ રહ્યો છે એટલે આ અમારા ચાંચિયા વિરોધી ઍસ્કોર્ટ દળો છે. બે વર્ષ પહેલાં ચીને જિબૂટી ખાતે તેનો પ્રથમ નૌકા બેચ કાર્યાન્વિત કર્યો. ચિંતાની વાત એ છે કે ચાંચિયાગીરી વિરોધી આૅપરેશનોને નામે ચીને સબમરીનો ગોઠવી દીધી છે.
ચીને ડેવલપ કરેલી સીએમ-૩૦૨ મિસાઈલ રિજનલ ગૅમ ચૅન્જર સાબિત થઈ શકે છે. આ ચીની એન્ટિ-શિપ મિસાઈલ અવાજની ઝડપ કરતા ત્રણ ગણી ઝડપે છૂટશે. અહીં ભારત માટે મહત્વની વાત એ છે કે વાયજે-૧૨ મિસાઈલ- સીએમ ૩૦૨ પાકિસ્તાન નૌકાદળ માટે ચીન ડેવલપ કરશે. સુપરસોનિક સ્પીડ ધરાવતી આ મિસાઈલની સ્પીડ ભારતીય નૌકાદળની બ્રહ્મોસ એન્ટિ-શિપ ક્રુઝ મિસાઈલની રૅન્જ જેવી હશે. ચીન ૦૫૪ ટાઈપની ફ્રીગેટ્‌સ પાકિસ્તાનને વેચશે, જેમાં સીએમ ૩૦૨ મિસાઈલ ગોઠવાયેલી હશે.
ચીનના પ્રમુખ એમની ચિન્કી આંખે જગત તરફથી પોતાને ખતરો હોવાનું જાઈ રહ્યા છે. પાકિસ્તાન જેવા નબળા દેશને સંરક્ષણ સહાયતા પણ કરે છે. ચીનનાં લક્ષણો સારા લાગતા નથી અને પાકિસ્તાન સખણું બોલવા ટેવાયેલું નથી. ભારતે ત્રાસવાદને નામે થતી પ્રોક્સી વાર સામે તો લડવું જ પડે છે, પરંતુ પાકિસ્તાનથી પણ સંભાળવું પડે એમ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY