રોમ,તા.૯
ફેસબુક ફરી એક વખત વિવાદોમાં છે અને આ વખતે ફેસબુક પર મોટો દંડ લાગ્યો છે. ઈટાલીની પ્રતિસ્પર્ધા નિગરાનીએ ફેસબુક પર ૧૦ મિલિયન યૂરો એટલેકે લગભગ ૧૧.૩ મિલિયન ડાલર એટલેકે ૮૦,૬૫,૩૭,૫૦૦ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ફેસબુક પર આ દંડ ફેસબુક યૂઝર્સના ડેટા વેચવાના કારણે લાગ્યો છે. ફેસબુક પર આરોપ છે કે તેણે સાઇન અપ દરમ્યાન લોકોને ગેરમાર્ગે દોર્યા અને અને તે પણ જણાવ્યું નહીં કે તેના ડેટાનો ઉપયોગ ફેસબુક પોતાના વ્યાપાર માટે કરશે.
ઈટાલીની પ્રતિસ્પર્ધા નિગરાનીનું પણ કહેવુ છે કે ફેસબુક પોતાના યૂઝર્સને સ્પષ્ટ જણાવતુ નથી કે તે તેના ડેટાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરશે, પરંતુ આ વાત પર ભાર આપે છે કે ફેસબુક સંપૂર્ણ રીતે મફત છે. તો ફેસબુકે દર વખતની જેમ આ વખતે પણ કહ્યું છે કે તેણે ગ્રાહકોના ડેટાને વેચ્યો નથી. નિગરાની બોર્ડે ફેસબુકને એમ પણ કહ્યું છે કે તેઓ પોતાની વેબસાઇટ અને એપ પર આ સંદર્ભે એક માફીનામુ જાહેર કર્યુ છે. જેના પર ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું છે કે કંપની નિગરાની બોર્ડના નિર્ણય પર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં આ મામલાને ઉકેલવામાં આવશે. કંપનીએ ચાલુ વર્ષે પોતાની પાલિસીમાં ઘણાં ફેરફાર કર્યો છે અને યૂઝર્સને પહેલા કરતા વધારે અધિકાર આપ્યાં છે.
મહત્વનું છે કે ફેસબુક સતત ડેટા લીક કરવા અને અન્ય કંપનીઓને પોતાના યૂઝર્સના ડેટાને એક્સેસ આપવાનો આરોપ લગાવી રહી છે અને દર વખતે કંપનીના સીઈઓ માર્ક ઝૂકરબર્ગ દલીલ આપે છે કે કંપની આવુ કઈ કરતી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



