ન્યુ દિલ્હી,તા.૧૧
જા પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને નિયત કરાયેલા સમય પ્રમાણે પાક વિમો નહી મળે, તો તેનો આર્થિક દંડ વીમા કંપની અને રાજ્ય સરકારો પાસેથી વસુલવામાં આવશે. આમ સરકારના આ વલણથી એક વાતનો ખુલાસો થાય છે કે વિમા કંપનીઓ અને રાજ્ય સરકારો ખેડૂત પાક વીમા મુદ્દે ગંભીરતા દાખવી રહ્યા નથી. કેન્દ્ર સરકારે આપેલા વલણ મુજબ દંડ રૂપે રાજ્ય સરકારો પાસેથી પ્રિમીયમ કરતા પણ વધારે કિંમત લેવાશે. વીમા કંપનીમાં આ યોજના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પ્રિમીયમ ભરવામાં ૫૦-૫૦ ટકા જેટલો ભાગ છે. જા કે સમયસર ખેડુતોને પાક વીમો નહીં મળે તો રાજ્ય સરકારે વધુ ભાર વેઠવા માટે તૈયારી રાખવી પડશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ નિર્દેશોના ઉલ્લંઘન માટે રાજ્યો, બેંકો અને વીમાકંપનીઓને દંડ કરવા બાબતે વિચારી રહી હતી. આ યોજનાને બે વર્ષ જેટલો સમય થઇ ગયો છે. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર એવી યોજના બનાવવા જઈ રહી છે કે જેમાં પ્રિમીયમ સમયસર ચુકવનાર, પાકના નુકસાનને અટકાવવા માટે પદ્ધતિનો ઉપયોગ કરનાર અને ખેડુતોને વાયદા પ્રમાણેની સમયસર ચુકવણી કરનાર રાજયોને પ્રોત્સાહન આપવામાં આવશે.
આમ હવે કેન્દ્રના નિર્ણય પ્રમાણે રાજયોને પ્રિમીયમની વધારે રકમ દંડરૂપે ભરાવવામાં આવી શકે છે. મહત્વનું છે કે હાલમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અડધુ અડધુ પ્રિમીયમ ભરી રહી છે. અધિકારીએ વધુમાં જણાવ્યુ હતુ કે પાક વીમા યોજનાના વાયદાઓનું નિરાકરણ બે મહિનામાં કરવાનું હોય છે, પરંતુ સરકારના ધ્યાને આવ્યુ છે કે બે વર્ષમાં આ પ્રક્રિયામાં ૫ થી ૬ મહિના લાગ્યા છે. પહેલા પણ કેન્દ્રોએ રાજ્યને ચેતવણી આપી હતી કે તેમણે વાયદાઓનુ નિરાકરણ કરવામાં મોડુ થશે તો તેમને આર્થિક દંડ કરવામાં આવશે. અત્યાર સુધી આ દંડ નહોતો વસુલાતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






