બેટિંગની કલા તો પૂજારા પાસેથી શીખવી જાઈએ : ટ્રેવિસ હેડ

0
4

એડિલેડ,તા.૯
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારત તરફથી રમતા ચેતશ્વર પુજારાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ, પુજારાની જબરદસ્ત લડાયક બેટિંગ જાઇને ઓસ્ટ્રેલિયાન બેટ્‌સમેન ટ્રેવિસ હેડ દંગ થઇ ગયો, તેને કહ્યુ કે, બેટિંગની કલા તો પુજારા પાસેથી શીખવી જાઇએ.
પુજારાની બેટિંગની કાયલ થયેલો ટ્રેવિસ હેડ, કહે છે એડિલેડ જેવી પીચો પર બેટિંગ કરવી અઘરી છે, પણ પુજારાએ શ્રેષ્ઠ બેટિંગ કરી. પુજારાની ઇનિંગ એક બ્લૂપ્રિન્ટ છે અને તેની પાસેથી બેટિંગની કલા શીખવી જાઇએ. ટ્રેવિસ હેડે કહ્યુ કે, આવી પીચો પર બેટિંગ કરવી હોય તો પુજારા પાસેથી શીખવું જાઇએ.
ઉલ્લેખનીય છે કે, પુજારાએ પહેલી ઇનિંગમાં લડાયક ૧૨૩ રન અને બીજી ઇનિંગમાં ૭૧ રનની દમદાર ઇનિંગ રમી હતી. જાકે, ટ્રેવિસ હેડે પણ ઓસ્ટ્રેલિયા તરફથી રમતા પ્રથમ ઇનિંગમાં ૭૦ રનનુ યોગદાન આપ્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY