સુરત, તા.૨૯
કામરેજ-ખોલવડ ગામ ખાતે રહેતા એક યુવાને પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મહત્યા કરી હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકમાં નોîધાયો હતો. બારડોલી ખાતે રહેતો નાનોïભાઈ છેલ્લા એકાદ મહિનાથી ગુમ થઈ ગયો હતો અને જે બાબતે પરિવારના સભ્યો અને ગુમ થયેલા યુવકની પત્ïની વારંવાર પૂછપરછ કરતા હોય જેનાથી કંટાળી જઈ નૂર મહંમદ શાહે આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કામરેજ તાલુકાના ખોલવડ ગામ ખાતે ૪૪ વર્ષનો યુવક નૂરમહંમદ મુનીર શાહ રહે છે. તેનો નાનો ભાઈ જાવેદ શાહ બારડોલી ખાતે રહે છે. જાવેદ છેલ્લા એકાદ મહિનાથી ઘરેથી કયાંક ચાલી નીકળ્યો હતો. જે બાબતે ઘરના બાકીના સભ્યો અને જાવેદની પત્ની નૂરમહંમદ શાહને વારંવાર પૂછપરછ કરી માનસિક ત્રાસ આપતા હતા. ગત તા. ૧૨મી એપ્રિલના રોજ તેણે કંટાળીને શરીર પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું હતું. કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનોï દાખલ કરી તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



