લથડિયા ખાતા RPF જવાનનો વિડીયો વાયરલ થતા ચકચાર

0
80

સુરતઃ રેલવે પોલીસ જવાન દારૂના નશામાં લથડીયા ખાતો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. દારૂના નશામાં રહેલો જવાન ઉધના રેલવે સ્ટેશનમાં આર.પી.એફ. કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે.
રેલવે કોલોનીમાં આર.પી.એફ. જવાન નશાની હાલતમાં દેખાયો

ઉધના રેલવે સ્ટેશનમાં આર.પી.એફ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજવતા જવાનનો વીડિયો વાયરલ થયો છે. જવાન દારૂના નશામાં લથડીયા ખાતો હોવાનું વીડિયોમાં નજરે પડે છે. જ્યારે લોકો જવાન સાથે વાત કરી બેઠો કરવાનો પ્રયાસ કરે છે ત્યારે લથડી પડે છે. અને જવાનના હાથ પર કંઈ ઈજા થવાથી લોહી પણ નીકળતું હોવાનું નજરે પડે છે. આ વીડિયો આજનો જ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લિંબાયત રેલવે હદ વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીમાં જવાન નશાની હાલતમાં દેખાયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ ચોંકી ઉઠ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

રેલવે કોલોનીમાં RPF જવાન નશાની હાલતમાં દેખાયો

જવાનના હાથ પર કંઈ ઈજા થવાથી લોહી પણ નીકળતું હોવાનું નજરે પડે છે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY