પાલેજ પંથકમાં ખ્વાજા ગરીબ નવાજ (ર.અ.)ની છઠ્ઠી શરીફની શાનદાર ઉજવણી

0
1165

પાલેજ :-
ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકના ગ્રામિણ વિસ્તારોમાં અજમેર સ્થિત સુપ્રસિદ્ધ  હજરત ખ્વાજા ગરીબ નવાઝ મોઇનઉદ્દીન ચીસ્તી (ર.અ )ના ઉર્સ ના મુબારક પ્રસંગે શનિવારના રોજ છઠ્ઠી શરીફની મુસ્લિમ- સમાજ તેમજ અન્ય સમાજના અકીદતમંદ લોકો દ્વારા ખુબ જ શાનદાર ઉજવણી કરાઇ હતી. 
આ પ્રસંગે નગરની મક્કા મસ્જિદ સહિત વિવિધ મસ્જિદોમાં ફાતેહા ખ્વાની તેમજ બયાનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો હતો. ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી શરીફ પ્રસંગે મુસ્લિમ સમાજ દ્વારા પોતાના ઘરે પણ યથાશક્તિ નિયાજ બનાવી ઉજવણી કરાઇ હતી.
મુસ્લિમ પંચાગના પ્રથમ ચાંદથી શરૂ થતો ઉર્સ છ દિવસ સુધી ચાલે છે. જેમાં લાખોની સંખ્યામાં હિંદુ – મુસ્લિમ શ્રદ્ધાળુઓ અજમેર શરીફ સ્થિત હજરત ખ્વાજા મોઇનઉદ્દીન ચીસ્તી(ર.અ.) ગરીબ નવાજની દરગાહ પર જઇ ધન્યતા અનુભવે છે. પાલેજ સહિત પંથકના ગ્રામિણ વિસ્તારના મુસ્લિમ સંપ્રદાયના અકીદતમંદોએ ખુબ જ મોટી સંખ્યામાં અજમેર સ્થિત હજરત ખ્વાજા ગરીબ નવાજની દરગાહ પર મુબારક ઉર્સમાં હાજરી અાપી હતી. હજરત ખ્વાજા ગરીબ નવાજ પર એક મશહુર શાયરી બની છે. “ઇરાદે રોજ બનતે હૈ ઔર બનકર તૂટ જાતે હૈ, વહી અજમેર જાતે હૈ જિન્હે ખ્વાજા બુલાતે હૈ”

(ઉવૈસ લાંગીયા.પાલેજ) 9033910470

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY