સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્મિત અંદાજે ૨૧.૦૩ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરતા આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણી

0
74

સુરતઃ
સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા, ઉધના અને વરાછા ઝોન વિસ્તારોમાં અંદાજે ૨૧.૦૩ કરોડના ખર્ચે નિર્મિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ આજરોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રી કિશોરભાઈ કાનાણીના હસ્તે સંપન્ન થયું હતું.
આ પ્રસંગે મંત્રી કાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકના તન અને મન તંદુરસ્ત રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રાથમિક જરૂરીયાતો પૂરી પાડી શકાય તે માટે પાલિકા દ્વારા કરોડોના ખર્ચે પ્રાથમિક શાળા, શાંતિકુંજ, આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજયના લોકોને સસ્તી અને સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટેના બજેટમાં મા વાત્સલ્ય યોજનાની આવક મર્યાદામાં કરવામાં આવેલા વધારાની વિગતો પણ મંત્રીએ આપી હતી.
અઠવા ઝોન વિસ્તારમાં ઈન્ડોર સ્ટેડિયમની બાજુમાં રૂા.૭૨૭ લાખના ખર્ચે અદ્યતન સ્વીમીંગ પુલ સહિતના અદ્યતન હેલ્થ કલબ તથા આંગણવાડીના મકાનનુ લોકાર્પણ કર્યું હતું. , જયારે ઉધના વિસ્તારમાં ગોલ્ડન આવાસ વિસ્તારમાં ભેસ્તાન ખાતે રૂા.૪૩૮ લાખના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથેની બે નવી પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ અલથાણ-બમરોલી ખાતે બમરોલી ખાતે રૂા.૨૪૭.૨૨ લાખના ખર્ચે શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, નાના વરાછા ગામ ખાતે રૂા.૧૨૫ લાખના ખર્ચે હેલ્થ સેન્ટરના મકાન, રૂા.૮.૭૩ લાખના ખર્ચે શાંતિકુજ તથા રૂા.૨૭૬ લાખના ખર્ચે સીટીગ પેવેલીયન સહિતના પ્લે ગ્રાઉન્ડનું લોકાર્પણ કર્યું હતું.
આ વિવિધ કાર્યક્રમોમાં મેયર અસ્મિતાબેન શિરોયા, ધારાસભ્ય સર્વ વિવેકભાઈ પટેલ, હર્ષ સંધવી, પ્રવિણભાઈ ધોધારી, ડે.મેયર શંકર ચેવલી, સમાજ કલ્યાણ, આનંદ પ્રમોદ અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રૂપલબેન શાહ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ અનિલભાઈ બિસ્કીટવાલા, શાસક પક્ષના નેતા ગિરિજાશંકર મિશ્રા, સ્થાયી સમિતિના ચેરમેન રાજેશભાઈ દેસાઈ, મ્યુ.કમિશનર એમ.થૈન્નારસન તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY