યોગ દેશ, દુનિયાના દરેક ખૂણામાં શરીર-સમાજને જોડવાનું કામ કરે છે: મોદી

0
6

દહેરાદૂન,તા.૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગુરુવારે દેહરાદૂનમાં કરી. અહીં ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરના મેદાનમાં મોદીએ અંદાજે ૫૦,૦૦૦ લોકો સાથે યોગાભ્યાસ કર્યો. આ પહેલાં આ કાર્યક્રમમાં મોદીએ યોગનું મહત્વ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, યોગ દેશ અને દુનિયાના દરેક ખૂણામાં શરીર અને સમાજને જાડવાનું કામ કરે છે. વડાપ્રધાન યુનાઈટેડ નેશનમાં યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તે ખૂબ ટૂંક સમયમાં મંજૂર કરી દેવામાં આવ્યો હતો. ૨૦૧૫માં પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. તેમાં પીએમ મોદીએ દિલ્હી રાજપથ પર યોગાસન કર્યા હતા. ત્યારપછી ચંદીગઢ અને લખનઉમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પીએમ મોદીએ દેહરાદૂનમાં કરી છે. વડાપ્રધાનની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ કે.કે. પૌલ, મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, કેન્દ્રીય આયુષ મંત્રી હરક સિંહ રાવત પણ હાજર રહ્યા.
યોગ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દુનિયાના યોગ પ્રેમીઓને યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. કહ્યુ, ઉત્તરાખંડ છેલ્લા કેટલાય દશકાઓથી યોગનું કેન્દ્ર રહ્યુ છે. તેથી અહીં યોગ દિવસનું મહત્વ પણ ઘણું વધારે છે.
વડાપ્રધાન કહ્યુ, આજે દુનિયાના દરેક મોટા શહેરોમાં માત્ર યોગ જ યોગ છે. ભારતમાં પણ હિમાલયથી લઈને રાજસ્થાન સુઘી યોગ ફેલાયેલા છે. જ્યારે તોડનાર તાકાત હાવી થઈ જાય, સમાજમાં દિવાલો ઊભી થાય અથવા પરિવારમાં કંકાશ વધી જાય ત્યારે જીવનમાં તણાવ વધી જાય છે. આ દરમિયાન યોગ જ જાડવાનું કામ કરે છે.
પીએમએ કહ્યુ, યોગ જીવનમાં શાંતિનો અહેસાસ કરાવે છે. વ્યક્તિને પરિવાર સાથે જાડીને શાંતિ સ્થાપિત કરે છે અને લોકોને સાથે લાવે છે. યોગ આપણો વારસો છે. જા આપણે આપણાં વારસા પર ગર્વ કરીશું ત્યારે દુનિયા તેને સ્વીકારશે. આજે સમગ્ર દુનિયામાં એવુ વાતાવરણ થઈ ગયું છે જે યોગને પ્રોત્સાહન આપે છે.
મોદીએ કહ્યુ જે લોકો યોગ સાથે જાડાયેલા છે, તેઓ તેમાં નિરંતરતા લાવે અને જે નથી જાડાયા, તેઓ પણ તેનાથી જાડાય. યોગ જ ભારત અને વિશ્વની વચ્ચે નિકટતા લાવશે. યોગ આજે દુનિયાની સૌથી પાવરફુલ યુનિફાઇંગ ફોર્સિસમાં એક બની ગઈ છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આજે જ્યાં-જ્યાં ઉગતા સૂર્યની કિરણો પહોંચી રહી છે, પ્રકાશનો વિસ્તાર થઈ રહ્યો છે, ત્યાં-ત્યાં લોકો યોગ સાથે સૂર્યનું સ્વાગત કરી રહ્યા છે. હિમાલયના હજારો ફુટ ઊંચા પર્વત હોય કે રણ, યોગ દરેક પરિસ્થિતિમાં જીવનને સમૃદ્ધ કરી રÌšં છે.
વડાપ્રધાને કહ્યુ- આજની દોડાદોડીવાળી જિંદગીમાં યોગ મન, શરીર, બુદ્ધિ અને આત્માને જાડીને વ્યક્તિને શાંતિની અનુભૂતિ કરાવે છે. સમાજમાં સદભાવ વધારે છે. સમાજ રાષ્ટ્રની એકતાનું સૂત બને છે. યોગ સંપૂર્ણ માનવતાને જાડે છે. વિશ્વનો દરેક નાગરિક, વિશ્વનો દરેક દેશ યોગને પોતાના માનવા લાગ્યા છે. આપણે હિન્દુસ્તાનના લોકો માટે ઘણો મોટો સંદેશ છે કે આપણે એ મહાન પરંપરાના માલિક છીએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY