ભરૂચ આરટીઓ ખાતે મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન ફરી હરાજી શરૂ

0
132

ભરૂચ,
સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી – ભરૂચ ધ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન ફરી હરાજી શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં બે પૈડાવાળા પ્રાઇવેટ વાહનો માટેના નંબર માટેના ગોલ્ડન અને સીલ્વર નંબર માટેની GJ-16- CG ના ગોલ્ડન અને સીલ્વર નંબરના સીરીઝની ફરી હરાજી માટે શરૂ કરવામાં આવેલ છે તો ઇચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન http:/parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી હરાજી માં ભાગ લઇ શકે તે હેતુસર જાહરે જનતાના હિતમાં ઓકશનની મુદત વધારવામાં આવેલ છે. જેની સુચનાઓ આ મુજબ છે. (૧) તા.૦૫/૦૨/૨૦૧૮ થી
તા.૦૬/૦૨/૨૦૧૮ નાં રોજ બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી ફરી હરાજી માટેના ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. (૨) તા.૦૭/૦૨/૨૦૧૮ ના રોજ બે કલાક પછીથી તા.૦૮/૦૨/૨૦૧૮ ના રોજ બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી ફરી હરાજી માટેનું Bidding Open રહેશે. (૩) તા.૦૯/૦૨/૨૦૧૮ ના રોજ ફોર્મ જમા
કરાવવાના રહેશે. (૪) જે અરજદારોના ઇ-ફોર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે જો ફોર્મ અત્રેની કચેરીએ રજૂ કરેલ નહી હોય તો તેઓનો પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહી. વધુ માહિતી માટે http:/youtube/Q3a9k/Q13kc પર સંપર્ક કરી શકશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીઅ થી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY