વોરા ગામની શારદામંદિર હાઈસ્કૂલ માં આચાર્ય અનિયમિત હોવાનો આક્ષેપ કરતા ગ્રામજનો

0
167

વિદ્યાર્થીઓ ને સમાજવિદ્યા અને કોમ્યુટરનું શિક્ષણ કોણ કરાવે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ની પણ ફરિયાદ: શિક્ષક નિયમિત આવે તેવી માંગ

ક્લાર્ક ના અભાવે શૈક્ષણિક કામગીરી ના બહાને આચાર્યને ઘણા કામ હોવાનો લૂલો બચાવ

સાધાના સહાય યોજના ની સાયકલો માટે પણ 100 રૂપિયા લેવાતા હોવાની વાત

રાજપીપળા: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં ઉચ્ચ ગુણવત્તા લાવવા નિત નવા પ્રયત્નો કરવામાં આવે છે. અને વિવિધ ઉત્સવો થકી બાળકો અને શિક્ષકોની પણ ગુણવત્તા તપાસવામાં આવે છે, જો બાળક અનિયમિત આવે તો જેને સજાના ભાગ રૂપે એલ.સી. કાઢી આપવામાં આવે છે પણ શાળાના આચાર્યજ અનિયમિત હોય તો કેવી સજા આપવી, આવો એક આક્ષેપ નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના વોરા વજેરિયા ખાતે આવેલી શારદા મંદિર વિદ્યાલય માં બનવા પામ્યો છે, શાળાના મુખ્ય વડા ગણાતા આચાર્યજ અનિયમિત આવતા હોય શાળાનો વહીવટ ખાળે જઈરહ્યો છે શાળાનું પરિણામ સૌથી નીચું આવે છે જેની પાછળ આચાર્યની અનિયમિતતા ગણવામાં આવે છે અને જે બાબતની ફરિયાદ ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ સાથે સાથી શિક્ષકો પણ કરી રહયા છે કે આવો વહીવટ ક્યાં સુધી ચાલે આટલી રજૂઆતો છતાં જ્યા મીડિયા પહોંચ્યું પણ જિલ્લા શિક્ષણ વિભાગ નથી પહોંચી શકતું વિભાગે આ શાળા ને ઉંચી લાવવા મુખ્ય વહીવટ સુધારી આ આચાર્ય ને નિયમિત કરવો જ રહ્યો।

વોરા ગામની શારદા મંદિર વિદ્યાલય માં ધોરણ 8 અને 9 ના બે વર્ગો માં 95 વિદ્યાર્થીઓ આભ્યાસ કરે છે આજે આ 95 બાળકોનું ભાવિ અંધારામાં હોય વાલીઓએ વિરોધ બતાવી આ આચાર્ય વિરુદ્ધ પુરાવા સાથે શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ અને જિલ્લા શિક્ષણાધિકારી ને રજૂઆત કરી છે પરંતુ કોઈ પરિણામ નહિ આવતા ગામના વાલીઓએ શાળાની તાળાબંધી કરવાનો નિર્ણય લીધો છે જે આગામી દિવસોમાં શાળાને તાળા બંધી કરશે।

બોક્સ : શાળા ના આચાર્ય અઠવાડિયામાં 2 દિવસ આવે છે અને અઠવાડિયા ની સહિઓ કરી ફર્યા કરે છે, અને શાળા ના કામથી બહાર ગયો છુ એવા બહાના કાઢે છે સમાજવિધ્યા કોમ્યુટર નો વર્ગ પણ નિયમિત લેવાતો નથી આ કારણે પરિણામ પણ નિચુ આવે છે, શાળા ના બાળકો ને શાળા છોડી બિજે ભણવા મોકલવા પડે છે એટલેજ આ શાળા નુ તંત્ર સુધરે બાકી છોકરા બહાર ના મોકલવા પડે એ માટે આચાર્ય પર પગલા ભરી અન્યને ચાર્જ આપો અથવા આને નિયમિત કરો એવી માંગ છે .>>> >>>> ઇલ્યાસ રાઠોડ (ગ્રામ આગેવાન )

બોક્ષ : મારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે બિલકુલ ખોટા છે અહીં હું નિયમિત આવું છું, શાળામાં ક્લાર્ક ને અભાવે શાળાકીય કામગીરી બહાર જઈને કરવી પડે છે, અને સાઇકલ બીજા ગામો માંથી લાવવાની હોઈ તો ટેમ્પા ભાડું તો આપવું પડે,જેની કોઈ ગ્રાન્ટ આવતી નથી, જેથી 50 રૂપિયા ઉઘરાવ્યા હતા, હું ભાજપનો હોદ્દેદાર હોવ એટલે મને હેરાન કરવામાં આવે છે.>>>> ઇલેશભાઇ જાદવ (આચાર્ય -શારદા મંદિર -હાઈસ્કૂલ )

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ, મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY