ભરૂચ જીએનએફસીથી ઝાડેશ્વર વચ્ચેના રોડ પર ગેસ લાઇનમાં ભંગાણથી દોડધામ

0
147

ભરૂચ,
ભરૂચ જીએનએફસી થી ઝાડેશ્વર વચ્ચેના રોડ પર આવેલ ગજાનંદ સોસાયટી પાસે ખોદકામ દરમિયાન અચાનક ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ભારે દોડધામ મચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ તા.૫મીના રોજ સવારના સમયે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક માર્ગ પરની ગજાનંદ સોસાયટી નજીકમાં જે.સી.બી.થી ચાલતી ખોદકામની કામગીરી દરમિયાન અચાનક ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા ગેસના ફુવારા ફોર્સ થી ઉડતા એક સમયે ભારે અફરાતફરી સાથે સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.જોકે સમગ્ર ઘટનામાં કોઇ મોટી દુર્ઘટના થવા પામી ન હતી.ભારે ફોર્સ સાથે ગેસ લાઇનમાંથી હવામાં ગેસ વછુટી ફુવારા ઉડતા નજરે પડતા સ્થાનિકોએ તાત્કાલિક ગુજરાત ગેસ તેમજ ભરૂચ ફાયર વિભાગમાં જાણ કરી હતી જેથી ફાયરના લાશ્કરો અને ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.જો કે તેમણે પરિસ્થતિ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.જેના કારણે ગેસના ફૂવારા બંધ થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગેસ લીકેજની છેલ્લા કેટલાક દિવસમાં ભરૂચ જીલ્લામાં ત્રીજી ઘટના સામે આવી છે.પ્રથમ ઘટના અંકલેશ્વરના સ્ટેશન રોડ વિસ્તારમાં બની હતી. જેમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.તો બીજી ઘટના ભરૂચ શહેરના મહંમદપુરા વિસ્તારમાં બનવા પામી હતી.જેમાં બે દુકાનો,રિક્ષાઓ તેમજ મોટરસાયકલો આગમાં સ્વાહા થવા સહીત એક મહિલા ઘાયલ થવાની ઘટના સર્જાવવા પામી હતી.આજે ફરી એક વાર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં ગેસના ફુવારા ઉડતા ગુજરાત ગેસ કંપની પોતે નાખેલ પાઈપ લાઈનો સુરક્ષિત રાખવામાં અસફળ છે ?કયાં તો વગર પરવાંગીએ,વગર સેફટીના સાધનોથી ખોદકામ ના કારણે હાલતો શહેરના રહીશોના જીવ જોખમાય છે,તે માટે ગુજરાત ગેસ કંપની દ્વારા આવા ખોદકામ કરનાર અને કરાવનાર સામે શું પગલા ભરાય છે એ જોવું રહ્યું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY