રાજપીપલા:
નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના સીરા (નવાપુરા ) ગામે આજે સવારે 10-30 વાગે ગામના જેન્તીભાઇ મગનભાઈ તડવી અને કાંતિભાઈ મગનભાઈ તડવી ના કાચા મકાનો માં અચાનક શોર્ટસર્કીટ ના કારણે આગ લાગતા બાજુનું મથુર રણછોડ તડવી નું મકાન પણ આગ ની લપેટમાં આવી જતા આ ત્રણ મકાનો માં રહેલી ઘરવખરી,રોકડ,દાગીના સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે
જાણવા મળ્યા મુજબ આગ લાગી તે સમયે મોટાભાગના લોકો ખેતરે કામ અર્થે હોવાથી તમામ આગ ની જાણ થતા તાત્કાલિક દોડી આવ્યા અને ગ્રામજનોએ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો કર્યો અને દેવલીયા ગ્રામપંચાય ની ફાયર ને જાણ કરી પરંતુ તેનો બામ્બો બગડેલો હોવાની જાણ થતા રાજપીપલા ફાયર ને જાણ કરતા રાજપીપલા નગરપાલિકા ની ફાયર ટીમ ત્યાં દોડી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે બંને મકાનો માં આગ વધુ ફેલાતા તમામ સામાન બાળીને ખાખ થઈ જતા લખો રૂપિયા નું નુકસાન થયું હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે દોડી ગયું હતું ત્યારે આ આગ માં બે સગાભાઇ ના મકાનો સમાન ખતમ થઈ જતા બંને પરિવારો ની હાલત કફોડી થઈ હતી,જો દેવલીયા નો બામ્બો ચાલુ હોત તો આટલી વિકરાળ આગ ના ફેલાઈ હોત અને ઘણું બધું બચી શક્યું હોત.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"