પાંચ વર્ષની બાળકીનું રૂબેલા રસી બાદ મોત થયાનો પરિવારનો આક્ષેપ

0
518

સુરત,તા.૬
વલસાડના નંદાવલા ગામે રૂબેલાની રસી પીવડાવ્યા બાદ બાળકીનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો. જેથી પોલીસ સાથે આરોગ્ય વિભાગ દોડતો થયો છે અને બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ કરાવવામાં આવી રહ્યાં છે. જો કે, આ બાળકીના પરિવારજનો મક્કમતાપૂર્વક દાવો કરી રહ્યા છે કે ઓરી રૂબેલાની રસી બાદ જ બાળકીને તાવ આવ્યો હતો જે તેના મોતનું કારણ બન્યો હતો.
વલસાડના નંદાવલા ગામે રહેતા મિતેષભાઈ નાયકાની પાંચ વર્ષની દીકરી વંશિકાને બીજી તારીખે રૂબેલાની રસી અપાવવામાં આવી હતી. રસી અપાયા બાદ બાળકીને તાવ આવ્યો હતો. જેથી ત્રીજી તારીખે તેણીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી દવા અપાવવામાં આવી હતી. આ દરમિયાન ગત રાત્રે બાળકીને સારવાર માટે પરિવારજનો વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યાં હતાં એ દરમિયાન ખેંચ આવતાં બાળકીનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારજનોએ રૂબેલા રસીનું મોતનું કારણ ગણાવતાં આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY