રૂપિયામાં રિકવરી વચ્ચે સેંસેક્સ ૩૮૬ પોઇન્ટ ઉછળીને અંતે બંધ

0
1438

મુંબઇ,તા. ૨૯
શેરબજારમાં આજે તેજી રહી હતી. રૂપિયામાં રિકવરી થતાં નવી આશા જાગી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૨.૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જિંદાલ સ્ટીલ અને પાવરના શેરમાં તીવ્ર ઉછાળો રહ્યો હતો. એનએમડીસી અને હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીના શેરમાં પણ જારદાર ઉછાળો રહ્યો હતો. બીએસઈ સેંસેક્સમાં આજે કારોબારના અંતે ૩૮૬ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. આની સાથે જ તેની સપાટી ૩૫૪૨૩ નોંધાઈ હતી જ્યારે બ્રોડર નિફ્ટી ૫૦૦ ઇન્ડેક્સમાં ૧૨૫ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૦૭૧૪ નોંધાઈ હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૧.૩૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. આઈડીબીઆઈ બેંક, ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ અને સિÂન્ડકેટ બેંકના શેરમાં ઉછાળો નોંધાયો હતો. એસએન્ડપી મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૮ ટકાનો ઉછાળો રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧.૯ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. વ્યÂક્તગત શેરોમાં તાતા સ્ટીલના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. તાતા સ્ટીલમાં ૩.૬ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. માર્કેટ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એશિયન શેરબજારમાં પણ આજે તેજી રહી હતી. નવ મહિનાની નીચી સપાટીથી તેમાં તેજી જામી હતી. ચીની શેરબજારમાં રિબાઉન્ડની Âસ્થતિ રહી હતી. અમેરિકી અને ચીની વહીવટીતંત્ર વચ્ચે ટેરિફને લઇને ખેંચતાણ ચાલી રહી છે. શેરબજારમાં ગઇકાલે ગુરૂવારના દિવસે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એકબાજુ સેંસેક્સ ૧૭૯ પોઇન્ટ ઘટીને ૩૫૦૩૮ની સપાટીએ રહ્યો હતો જ્યારે ૮૨ પોઇન્ટ ઘટીને ૧૦૫૮૯ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં આશરે બે ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો.અમેરિકા અને સાઉદી અરેબિયા તથા રશિયા તરફથી ઉંચા ઉત્પાદન વચ્ચે કિંમતો ઘટી છે. સપ્લાયને લઇને ખલેલ આવી રહી છે. લિબિયન નિકાસને લઈને અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ જતા આ Âસ્થતિ સર્જાઈ છે. અમેરિકી અધિકારીઓએ નવેમ્બરથી ઈરાનિયન ક્રુડની ખરીદી ન કરવા આયાતકારોને આદેશ કર્યો છે. ઔરંગાબાદ Âસ્થત ઓટો ઘટક બનાવતી કંપની વારરોક એÂન્જનિયરિંગ દ્વારા ૧૯૫૫ કરોડ રૂપિયાના આઈપીઓ કરવામાં આવ્યો હતો. પ્રાઇઝ બેન્ડનો આંકડો ૯૬૫થી ૯૬૭ રૂપિયા રાખવામાં આવ્યો છે. પ્રમોટરો દ્વારા ૨૦૨૨૧૭૩૦ ઇÂક્વટી શેરનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. આ કંપની ગ્લોબલ ઓટો મોટિવ ઘટકો બનાવનાર કંપની છે. સાથે સાથે લાઇટિંગ સિસ્ટમ, પાવર ટ્રેન, ઇલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી ચીજવસ્તુઓ બનાવવામાં નિષ્ણાત કંપની છે. સમગ્ર વિશ્વમાં પેસેન્જર કાર અને મોટરસાઇકલના સેગ્મેન્ટમાં બોડી અને ચેચિસ પાટ્‌ર્સ તેના દ્વારા બનાવવામાં આવે છે. એÂન્જનિયરિંગ આઈપીઓને લઇને કારોબારીઓ આમા રોકાણ કરવા માટે ઇચ્છુક છે. ડાઉજાન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં ૯૮ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૨૪૨૧૬ નોંધાઈ હતી. જ્યારે એસએન્ડપી ૫૦૦માં ૧૭ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો આની સાથે જ તેની સપાટી ૨૭૧૬ રહી હતી. નાસ્ડેક કમ્પોઝિટમાં ૧૫૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૭૫૦૩ રહી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY