ઈસ્લામાબાદ,તા.૧૭
પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતની પવર્તીય શ્રૃંખલામાં આગામી સપ્તાહે રશિયા અને પાકિસ્તાનના સૈનિકો યુદ્ધાભ્યાસ કરવાના છે. રશિયાની સરકારી એજન્સી તાસના અહેવાલ મુજબ. રશિયન સૈન્ય અધિકારી વાદિમ અસ્તાફયેવને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પર્વતીય વિસ્તારોમાં ૨૧ ઓક્ટોબરથી ચોથી નવેમ્બર દરમિયાન રશિયા અને પાકિસ્તાનની સેનાઓ ફ્રેન્ડશિપ-૨૦૧૮ સંયુક્ત યુદ્ધાભ્યાસ કરશે.
ઠંડાયુદ્ધ દરમિયાન વૈમનસ્ય બાદ રશિયા અને પાકિસ્તાનના સંરક્ષણ સંબંધોમાં નવી ગતિ આવતી દેખાઈ રહી છે અને હાલ અમેરિકા સાથેના સંબંધોમાં આવેલી ઓટને કારણે પાકિસ્તાન રશિયા તથા ચીનની નજીક જઈ રહ્યું છે. રશિયા અને પાકિસ્તાનના સુરક્ષાદળોના યુનિટ્સ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના પબ્બી શહેરમાં આંતકવાદ વિરોધી કેન્દ્રની પ્રશિક્ષણ રેન્જમાં સંયુક્ત અભ્યાસ કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન અને રશિયાના સૈનિકો સમુદ્રતળથી ૧૪૦૦ મીટરી ઊંચાઈ પર કેટલીક નિશ્ચિત કવાયત પૂર્ણ કરશે. અસ્તાફયેવનું કહેવું છે કે આ યુદ્ધાભ્યાસ ૨૦૧૬થી થઈ રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




