ન્યુ દિલ્હી,તા.૧૭
ભારત અને નેપાળ અત્યાર સુધી સારા પડોશી સાથે સારા મિત્ર દેશો પણ રહ્યા છે, પરંતુ થોડા સમયથી બન્ને દેશોના સંબંધોમાં અંતર વધ્યું છે. નોંધનીય બાબત છે કે ભૂતકાળમાં ભાગીદાર રહી ચુકેલા ભારત-નેપાળ વચ્ચે હવે ચીનની દખલઅંદાજીએ તિરાડ ઊભી કરી છે.
૮ મહિના પહેલા નેપાળમાં બનેલી પી.ઓલીની નવી સરકાર ચીન તરફ નમેલી છે જે સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. નેપાળ હાલમાં ભારત સાથે દૂર રહેવા બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યું છે જે વાતની પુષ્ટિ ભારતમાં તેના રાજદૂતની ગેરહાજરી કરી રહી છે. વિતેલા એક વર્ષથી ભારતમાં નેપાળે તેના રાજદૂતની નિયુક્તિ કરી નથી.
રાજધાની દિલ્હીમાં સ્થિત નેપાળ મિશનમાં ઓક્ટોબર ૨૦૧૭થી અત્યાર સુધી કોઇ પણ રાજદૂતને મોકલવામાં આવ્યા નથી. ઓક્ટોબર ૨૦૧૭માં દીપ કુમાર ઉપાધ્યાયનો કાર્યકાળ સમાપ્ત થયા પછી નવા રાજદૂતની નિયુક્ત કરવામાં આવી નથી. આ મામલે બધા જ કાર્યો ભારતના સરકારના પ્રતિનિધિ દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે.
ભારત સરકારે આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે નેપાળ તરફથી આ બાબતે કોઇ પણ માહિતીનું સંચાર કરવામાં આવ્યું નથી. પરંતુ ભારતને આશા છે કે નેપાળ ટૂંક જ સમયમાં તેના રાજદૂતની નિયુક્તિ કરશે.
નેપાળમાં સત્તા પર આવેલી નવી ઓલી સરકાર ચીન તરફ સકારાત્મક વલણ ધરાવે છે. ઓલી સરકારે હાલમાં જ ૨.૫ બિલિયન ડોલરનો બૂદી ગડકરી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ચીનને સોંપ્યો છે. આ પહેલા નેપાળમાં શેર બહાદુર દેઉબા સરકાર હતી જેમણે આ પ્રોજેક્ટને ચીનને સોંપવા માટે ઇનકાર કરીને જાતે જ આ પ્રોજેક્ટ સંપન્ન કરવાનો નિર્ણય લીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



