ત્રણ તલાક મુસ્લિમ મહિલાઓ માટે અભિશાપ : શબાના આઝમી

0
21

ન્યુ દિલ્હી,તા.૧૪
પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીએ કહ્યું કે ત્રણ તલાક મુસ્લિમ મહિલાઓ માટે અભિશાપ છે અને તેને શોષણ કરવા માટે જ બનાવવામાં આવ્યું છે. આ આપણા બંધારણની સદંતર વિરૂદ્ધ છે. આજે ૫૦થી વધુ ઈસ્લામિક દેશોમાં ૨૪ ઈસ્લામિક દેશોએ એક સાથે ત્રણ તલાકને ખુદના બંધારણમાંથી કાઢીને ફેંકી દીધું છે.
ઉત્તરપ્રદેશના જાનપુર સ્થિત મોહમ્મદ હસન ડિગ્રી કોલેજમાં પત્રકારો સાથે વાતચીત કરતાં શબાનાએ કહ્યું કે ભારત સેક્્યુલર દેશ છે, બંધારણમાં અહી સૌને પોતાનો હક્ક મેળવવાનો અધિકાર અપાયો છે. ત્રણ તલાક દ્વારા છેલ્લા અનેક દશકાઓથી મુસ્લિમ મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે. જે કાયદો મહિલાઓનું શોષણ કરે તેને આપણે કદાપી સહન ન કરી શકીએ. નિર્ભયા કાંડ બાદ જિસ્યસ વમાર્‌એ જે રિપોર્ટ સરકારને સોંપ્યો હતો તેમાં સખત કાયદા સાથે જ સમાજને જાગૃત કરવાની વાત કહેવામાં આવી હતી.
ત્યારબાદ સંસદે કાયદામાં ફેરફાર કરી દુષ્કર્મને લઈને સખત કાયદો બનાવ્યો હતો આમ છતાં જે પ્રકારે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તે દુઃખદ છે. ઘણી વખત જાવામાં આવ્યું છે કે લોકો ઘટના બાદ કાયદાની આંટીઘૂંટીને કારણે તેઓ છૂટી જાય છે એટલા માટે આવા મામલાઓની ફાસ્ટ ટ્રેકમાં સુનાવણી ચાલવી જાઈએ અને કડકમાં કડક સજા થવી જાઈએ.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY