જામનગરને હરિયાળું બનાવવા ૪૬.૫૦ લાખના ખર્ચે ૪ હજાર વૃક્ષનું વાવેતર થશે

0
6

જામનગર,તા.૧૮
પૃથ્વી પરના દરેક જીવ માટે જરૂરી એવા ઓકિસજનનું ઉત્પાદન કરવાઅને હવામાંના કાર્બન ડાયોકસાઇડને પોતાનામાં ખેંચી લેતા ઝાડની જરૂરિયાત ભૂલી ગયેલા કાળા માથાના માનવીએ આજે કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. વૃક્ષોની થઇ રહેલી બરબાદી અને કોંક્રિટના જંગલોથી ઓઝોનમાં પણ બ્લેક હોલ પડી રહ્યુ છે. જે આવનાર સમયમાં જીવલેણ સાબિતથઇ શકે છે. જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગ શહેરને હરિયાળુ બનાવવામાં સદંતર નિષ્ફળ ગયા બાદ આજે કમિશ્નરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.
સ્વૈÂચ્છક સંસ્થાના હોદેદારો, ગ્રીન જામનગર, નવાનગર નેચર કલબ વિગેરે દ્વારા શહેરમાં પાલિકાની મંજૂરી વગર કાપવામાં આવતા વૃક્ષો સામે કડક કાર્યવાહી કરવા તેમજ બિલ્ડરો દ્વારા નિયમ મુજબ વૃક્ષોનું વાવેતર કરવામાટેની પ્રક્રિયા ઉપર ભાર મુકયો હતો.અને સરકારી ફાજલ જગ્યા પર અને કોમન પ્લોટ પરવધુ પ્રમાણમાં વૃક્ષારોપણ કરી શકાય તે પ્રકારે આયોજન કરવા જણાવાયું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારાશહેરના પર્યાવરણ પ્રેમીઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓ માટે શહેરને હરિયાળુ બનાવવામાટે યોજવામાં આવેલી બેઠકમાં અધિકારીઓ, વિવિધ સંસ્થાના હોદેદારો, નગર સેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY