મોબિલિટી અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં કુંજીની જેમ છે : મોદી

0
34

ન્યુ દિલ્હી,તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશની પહેલી વિશ્વ મોબિલિટી સમિટ ‘મૂવ’નું ઉદ્ઘાટન કર્યું. નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં આયોજીત ગ્લોબલ મોબિલિટી સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે સારી મોબિલિટી સારી નોકરીઓ, સ્માર્ટ માળખાકિય સુવિધા પ્રદાન કરે છે અને જીવનની ગુણવત્તામાં સુધાર લાવે છે. ઉલ્લેખનીય છે કે, સમિટમાં અન્ય વાતો ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન અને સંયુક્ત મોબિલિટીને પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. નીતિ આયોગ બે દિવસની સમિટનું આયોજન કરી રહ્યું છે. તે ૭થી ૮ સપ્ટેમ્બર સુધી ચાલશે.
સમિટને સંબોધિત કરતા મોદીઅખે કહ્યું કે, નિશ્વિત રીતે ભારત MOVE પર છે (આગળ વધી રહ્યું છે), અમારી અર્થવ્યવસ્થા ર્સ્ંફઈ પર છે.આપણે દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છીએ. આપણા શહેર અને કસ્બા MOVE પર છે. આપણે ૧૦૦ સ્માર્ટ સિટીનું નિર્માણ કરી રહ્યા છીએ. આપણી માળખાકિય સુવિધાઓ MOVE પર છે. આપણે ઝડપથી રસ્તાઓ, એરપોર્ટ, રેલલાઇન અને પોર્ટ બનાવી રહ્યા છીએ.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારતમાં મોબિલિટીના ભવિષ્યને લઈને મારું વિઝન સાત ઝ્ર પર આધારિત છે. એટલે સૌને માટે હોય (Common), સૌ સાથે જાડાયેલું હોય (Common), સૌ માટે સુવિધાજનક હોય (Common), ભીડથી મુક્ત (Congestion-free), ઉત્સાહની સાથે (Common), સ્વચ્છ (Common) અને અગ્રણી હોય (Cutting-edge).
પીએમ મોદીએ કહ્યું કે, મોબિલિટી અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં કૂંજીની જેમ છે. સારી મોબિલિટી ટ્રાવેલ અને ટ્રાંસપોર્ટેશનના બોજાને દૂર કરે છે અને આર્થિક ગતિને તેજી પ્રદાન કરે છે. આ પહેલાંથી એક પ્રમુખ નિયોક્તા છે અને આગામી પેઢી માટે આ નોકરીઓનું સર્જન પણ કરી શકે છે.
આ પહેલાં આ સંમેલનને લઈને નીતિ આયોગના મુખ્ય કાર્યાકારી અધિકારી અમિતાભ કાન્તે કહ્યું હતું કે સંમેલનનો મુખ્ય હેતુ ભારતમાં લોકોને યાત્રા કરવાની રીતમાં મોટો ફેરફાર લાવવાનો છે. સંવાદદાત સંમેલનમાં રોડ પરિવહન તેમજ રાજમાર્ગ, વિજળી, ઈલેકટ્રોનિક્સ અને સુચના પ્રોદ્યોગિકી મંત્રાલના સચિવ પણ હાજર હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા, જાપાન, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રિયા, જર્મની અને બ્રાઝીલના દૂતાવાસ તથા અંગત ક્ષેત્રના પ્રતિનિધિઓ સંમેલનમાં ભાગ લેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY